સોસાયટીમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બોયને સંભળાયું ગરબાનું મ્યુઝિક, પછી ચાલતા ચાલતા જ એકલો ગરબે ઘુમવા લાગ્યો, વાયરલ થયો વીડિયો

સોસાયટીમાં આવેલો ડિલિવરી બોય અચાનક ગરબાનું સંગીત સાંભળતા જ રમવા લાગ્યો ગરબા, લોકોએ કહ્યું, “આ જેઠાલાલ તો નથી ને ?” જુઓ વીડિયો

ગરબા એ ગુજરાતનું ઘરેણું છે, અને નવરાત્રીના નવ દિવસ સુધી ગરબામાં અનેરી રંગત જામતી હોય છે. ગુજરાતના ગરબા હવે ફક્ત ગુજરાતમાં જ નહિ આખા દેશમાં અને વિદેશમાં પણ ધૂમ મચાવતા હોય છે. હજુ હાલમાં જ નવરાત્રી પૂર્ણ થઇ પરંતુ તેનો રંગ હજુ પણ જામતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેટ પર ગરબાના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હવે એક ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયો મુંબઈની આર્કેડ અર્થ હાઉસિંગ સોસાયટીનો છે. ક્લિપ સરળ છે પરંતુ તે અનંત આનંદ ફેલાવે છે અને લોકોમાં ઉત્સવની ભાવના વધારે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડિલિવરી એજન્ટ પગપાળા સોસાયટીમાં જઈ રહ્યો છે અને અચાનક તેના કાનમાં કોઈ ગરબા મ્યુઝિક સંભળાય છે, પરંતુ તે પોતાને પગ હલાવવાથી રોકી શકતો નથી અને પછી ગરબા રમવાનું શરૂ કરે છે.

Zomato ડિલિવરી બોય દ્વારા ગરબા રમવાના આ વીડિયોને હજારો લોકો લાઈક કરી ચુક્યા છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ માણસની ખુશીએ નેટીઝન્સનું દિલ જીતી લીધું. તહેવારો સમાજના દરેક ખૂણેથી લોકોને એક કરવાની ક્ષમતા કેવી રીતે ધરાવે છે તે વિશે ઘણા લોકોએ લખ્યું. એક યુઝરે લખ્યું, ‘હું આ દુનિયાને એક એવી જગ્યા બનાવવા માંગુ છું જ્યાં દરેક વ્યક્તિ ગમે ત્યારે આવા વાઈબમાં જોડાઈ શકે.’ અન્ય એક યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, ‘આને જ વાસ્તવિક સુખ કહેવાય છે.’ ત્રીજા યુઝરે મજાકમાં લખ્યું, ‘જેઠાલાલ આ તમે છો?’

યુઝર્સની અલગ અલગ અપ્રતિક્રિયાઓ વચ્ચે આ વીડિયો ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે અને ઘણા પ્લેટફોર્મ ઉપર શેર પણ થઇ રહ્યો છે. ગરબાના આવા જ ઘણા વીડિયો સામે આવતા રહે છે અને લોકોનું દિલ જીતતા રહે છે. થોડા સમય પહેલા જ મુંબઈની લોકલ ટ્રેનમાં પણ ગરબા રમતા વીડિયો સામે આવ્યા હતા. જેમાં મહિલાઓ ટોળે વળી અને નાની જગ્યામાં પણ ગરબા રમ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel