આ સ્વિગી ડિલિવરી બોયનો પોતાની ટીમ પ્રત્યેનો ક્રેઝ તો જુઓ, બાઈક પર કરાવ્યું એવું કે લોકો ઉભા રાખીને વીડિયો અને તસવીરો લે છે, તમે પણ જુઓ

આ સ્વિગી ડિલિવરી બૉયે તેની બાઈક પર કરાવ્યું એવું કે લોકો પણ જોઈને રહી ગયા હેરાન, વાયરલ થયો વીડિયો

royal challengers bangalore true fan : હાલ ભારતમાં આઇપીએલ (ipl) નો માહોલ દરેક વ્યક્તિ પર છવાયેલો છે. દરેક ક્રિકેટ રસિયાઓ તેમની મનપસંદ ટીમને સપોર્ટ કરવામાં લાગેલા છે. ત્યારે ટિમો પણ અત્યારે પ્લેઓફ (play off) માં પહોંચવું માટે એડીચોટીનું જોર લગાવતી પણ જોવા મળી રહી છે. ત્યારે ચાહકો પણ આ સમયે ક્રિકેટના રંગમાં રંગાયેલા છે.

ઇન્ટરનેટ પર પણ ચાહકોના પોતાની ટીમને સપોર્ટ કરતા ઘણા બધા વીડિયો પણ સામે આવી ચુક્યા છે. ત્યારે હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સ્વિગી ડિલિવરી બોયનો તેની ગમતી ટીમ RCB પ્રત્યેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેને પોતાની બાઈક પર એવું કરાવ્યું કે હવે લોકો તેના વીડિયો અને તસવીરો લઇ રહ્યા છે.

સ્વિગી ડિલિવરી બૉયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સૌથી મોટા પ્રશંસક તરીકે લોકપ્રિયતા મેળવી છે. જ્યારે તેની મોટરસાઇકલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. આવતા-જતા લોકોની નજર આ વ્યક્તિ પર ટકેલી હતી.

યુઝર પુલકિત દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ વિડિયોમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના સ્ટીકરોથી શણગારેલી ડિલિવરી એક્ઝિક્યુટિવની લાલ બાઇક જોવા મળે છે. આ સાથે RCB સમર્થક દ્વારા “E Sala Kap Namde” જેવા સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટીમના ફ્લેગ પણ સાઈડ મિરર્સ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આખી બાઇક આરસીબીના રંગોથી શણગારવામાં આવી છે. વીડિયોમાં ડિલિવરી મેન એબી ડી વિલિયર્સ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને આ સિઝનમાં તે તેને કેટલો મિસ કરે છે. તે પોતાનો સ્વિગી ડ્રેસ પહેરીને વિરાટ કોહલી પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવે છે.

ટ્વિટર પર શેર કરવામાં આવ્યો ત્યારથી વીડિયોને 1.5 મિલિયન વ્યુઝ અને 7266થી વધુ લાઈક્સ મળી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “કોઈ આ માણસને નુકસાન પહોંચાડી શકે નહીં, તે 15 વર્ષથી કોઈપણ ફરિયાદ વગર RCBને સપોર્ટ કરી રહ્યો છે અને હજુ પણ હસતો રહ્યો છે.” અન્ય યુઝરે લખ્યું, “દિલ સે આરસીબી ફેન હૈ યે તો.”

Niraj Patel