સોશિયલ મીડિયાની તાકાત ફરી આવી સામે, સાઇકલ લઈને ડિલિવરી કરી રહેલા આ વ્યક્તિને ભેટમાં મળી શાનદાર બાઈક, કલાકોમાં જ ભેગા થયા લાખો રૂપિયા

દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીના કારણે ઘરની બહાર નીકળતા લોકો પણ હેરાન થઇ રહ્યા છે, ત્યારે એસી ઓફિસમાં બેસી અને ઘણા લોકો બહાર નીકળવાથી બચવા માટે ઓનલાઇન જ જમવાનું પણ મન્ગાવી લેતા હોય છે, ત્યારે આ ઓનલાઇન જમવાનું પહોંચાડવા માટે આવતા ડિલિવરી બોયની કેવી હાલત થતી હશે તે તમે કલ્પના કરી શકો છો.

આવા ધોમધખતા તડકામાં પણ ડિલિવરી બોય ટાઈમ ઉપર તમને જમવાનું પહોચાવે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક ડિલિવરી બોયની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે, જેને સાઇકલ ઉપર ગ્રાહકને સમસયર જમવાનું પહોંચવું અને ગ્રાહકે તેના જીવન વિશે જાણ્યું ત્યારે તે પણ હેરાન રહી ગયા અને આ ડિલિવરી બોયની કહાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગઈ.

રાજસ્થાનના ભીલવાડા શહેરના આદિત્યએ ઝોમેટોમાંથી ડ્રિંકનો ઓર્ડર આપ્યો હતો. ગરમીના પ્રકોપને કારણે ઠંડુ પીણું ગરમ ​​ન થાય તેથી ડિલિવરી બોયએ સાયકલ ચલાવીને પીણું સમયસર પહોંચાડ્યું. જેનાથી તે વ્યક્તિ ખુબ જ પ્રભાવિત થયો અને તેના જીવન વિશે જાણતા ખબર પડી કે ડિલિવરી બોય દુર્ગા શંકર એક ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક હતો, પરંતુ કોરોનાને કારણે તેણે નોકરી ગુમાવી દીધી. આ પછી તેણે ડિલિવરી બોયની નોકરી શરૂ કરી.

દુર્ગા શંકર મહિને લગભગ 10 હજાર રૂપિયા કમાય છે. ફૂડ ડિલિવરી ઉપરાંત તેઓ બાળકોને ઓનલાઈન ટ્યુટરિંગ પણ આપે છે. બાળકોને ભણાવવા માટે તેણે બેંકમાંથી લોન લઈને લેપટોપ પણ ખરીદ્યું છે. દુર્ગાએ જણાવ્યું કે તેઓ દર મહિને કેટલાક પૈસા બચાવીને બાઇક ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આદિત્યએ Zomato ડિલિવરી બોય દુર્ગા શંકર મીનાની આટલી મહેનત અને સમર્પણ જોઈને, તેને મદદ કરવા માટે ક્રાઉડફંડિંગની મદદ લીધી. ટ્વિટર પર ડિલિવરી બોયની યુપીઆઈ આઈડી શેર કરીને તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો, જેથી પૈસા સીધા દુર્ગા મીનાના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે.

લોકો આ ડિલિવરી બોયને ખૂબ જ ઉત્સાહથી મદદ કરવા લાગ્યા. આદિત્યનું કહેવું છે કે તેણે માત્ર 75 હજારનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ લોકોએ દુર્ગા મીનાની મદદ કરવામાં એટલો રસ દાખવ્યો કે માત્ર 3 કલાકમાં લગભગ એક લાખ 90 હજાર રૂપિયા ભેગા થઈ ગયા. આ પછી, આદિત્ય દુર્ગા મીનાને તેની પસંદગીની બાઇક લેવા માટે શોરૂમમાં ગયો અને બાઇક ખરીદવાની તેની ઇચ્છા પૂરી કરી.

Niraj Patel