ઘરે આવ્યો ઝોમેટોનો ડિલિવરી બોય, આવતાની સાથે જ ઓર્ડર આપનારા વ્યક્તિએ ઉતારી તેની આરતી, કારણ છે ખુબ જ દિલચસ્પ, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર ડિલિવરી બોયને લગતા ઘણા બધા વીડિયો તમે વરયલ તથા જોયા હશે, જેમાં ઘણા વીડિયોની અંદર તેમનો સંઘર્ષ પણ બતાવવામાં આવે છે. ફૂડ ડિલિવરી કરતા ઘણા લોકો ગમે તેવા મોસમમાં પણ તમારા ઘર સુધી ખાવાનું પહોંચાડતા હોય છે. ત્યારે ઘણા લોકો તેમને આદર આપે છે તો ઘણા લોકો તેમને ધિત્કારતા પણ હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ડિલિવરી બોયની આરતી ઉતારતો જોવા મળી રહ્યો છે.

વાસ્તવમાં આ ઘટના દિલ્હીની છે. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરતા સંજીવ કુમાર નામના યુઝરે એક ફની કેપ્શન લખ્યું છે. બન્યું એવું કે વ્યક્તિએ Zomato પરથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. જોકે, ડિલિવરી બોયને આવતાં એક કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. આ પછી પણ, ગ્રાહક ગુસ્સે થતો નથી અને આરતીની થાળી સાથે ડિલિવરી બોયનું સ્વાગત કરે છે.

વીડિયોમાં જોવા મળે છે કે ડિલિવરી બોય જેવો દરવાજે પહોંચ્યો, ગુસ્સે થવાને બદલે તે વ્યક્તિએ તેનું તિલક લગાવીને સ્વાગત કર્યું અને આરતીની થાળીથી આરતી ઉતારી. વાસ્તવમાં દિલ્હીના ટ્રાફિકને કારણે ડિલિવરી બોય આટલો મોડો આવ્યો. વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું કે દિલ્હીના ટ્રાફિક હોવા છતાં, મને મારું ભોજન મળ્યું, આ માટે Zomatoનો આભાર.

 

View this post on Instagram

 

A post shared by Sanjeev Tyagi (@sanjeevkumar220268)

આ પછી આ વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો. આ વીડિયો જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. કેટલાક યુઝર્સે લખ્યું કે ડિલિવરી બોયના ચહેરા પરની સ્માઈલ જોવા જેવી હતી. જ્યારે તે વ્યક્તિ ડિલિવરી બોયની આરતી કરે છે, ત્યારે તેનું હાસ્ય જોવા જેવું હોય છે.

Niraj Patel