હાથમાં દીકરી અને સાથે નાનો દીકરો લઈને ફૂડ ડિલિવરી કરવા માટે પહોંચ્યો ડિલિવરી બોય, વીડિયો જોઈને આંખોમાંથી આંસુઓ આવી જશે

આજના સમયમાં લોકો પેટનો ખાડો પુરવા માટે ખુબ જ મહેનત મજૂરી કરતા હોય છે. ઘણા લોકો મહેનતનો રોટલો રડવા માટે કાળી મજૂરી પણ કરતા જોયા હશે. જેમના ઘણા વીડિયો પણ ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો તો એવા પણ હોય છે જેને જોઈને આપણી પણ આંખોમાં આંસુઓ આવી જાય. ત્યારે હાલ એવા જ એક ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પોતાના બાળકો સાથે ડિલિવરી આપવા માટે પહોંચ્યો હતો.

આ વીડિયો સૌરભ પંજવાણી નામના ફૂડ બ્લોગરે બનાવ્યો છે અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આમાં જોઈ શકાય છે કે એક એજન્ટ તેના બે બાળકો સાથે બળબળતી બપોરમાં ગ્રાહકને ફૂડ પહોંચવા નીકળ્યો છે. તે ગ્રાહકને ભોજન પહોંચાડે છે, પછી વીડિયો બનાવનાર વ્યક્તિ તેની સાથે વાત કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે અને સાંભળી શકાય છે કે તે વ્યક્તિ કહી રહ્યો છે કે આ કામ પ્રત્યેનો પેશન છે.

આ પછી તે વ્યક્તિ એજન્ટને તેનું નામ પૂછે છે. એજન્ટનું નામ સ્પષ્ટ કરે છે. ત્યારે શખ્સે પાછળથી આવતા બાળક વિશે પૂછ્યું કે તે પણ તમારો છોકરો છે, તો એજન્ટે હા પાડી. ત્યારે પેલો માણસ આશ્ચર્યમાં પૂછે છે કે તમે બે લોકો સાથે કામ કરો છો? એજન્ટ હામાં જવાબ આપે છે. તે માણસ કહે છે કે આ બહુ સારી વાત છે. જો કે, તે વ્યક્તિને એક ચિંતા છે અને તે એજન્ટને પૂછે છે કે શું તે દિવસભર તડકામાં ફરે છે, જેના જવાબમાં એજન્ટે હા પાડી. તે વ્યક્તિ કહે છે કે કામ ચાલુ રાખો, પરંતુ બાળકોને તડકામાં લઈ જશો નહીં.

અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલી 25 સેકન્ડની આ વીડિયો ક્લિપ લોકોને ઈમોશનલ કરી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા યુઝર્સે તેને લાઈક કર્યો છે અને હજારો યુઝર્સે તેના પર કોમેન્ટ કરી છે. વીડિયો હજુ પણ જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. ફૂડ ડિલિવરી કંપની Zomatoએ પણ આ ડિલિવરી એજન્ટની ભાવનાની પ્રશંસા કરી છે.

Niraj Patel