15 કરોડમાં મારા પતિએ સતીશની હત્યા કરી એવું કહેવા વાળી મહિલાએ કહ્યું, પતિ અને દીકરાએ રેપ કર્યો, વધુ એક ધડાકો

પ્રસિદ્ધ બોલિવુડ અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકની મોતને લઇને પોતાને દિલ્લીના એક કારોબારીની પત્ની જણાવનારી મહિલાએ સનસનીખેજ દાવો કર્યો છે. મહિલાનો દાવો છે કે તેના પતિએ કથિત રીતે 15 કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા કરી દીધી છે, જે તેણે દુબઇમાં રોકાણ માટે લીધા હતા.

મહિલાએ દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસમાં નોંધાવેલી ફરિયાદમાં આ દાવો કર્યો છે, જેમાં આરોપ છે કે કૌશિક પૈસા પાછા માંગી રહ્યો હતો, જે તેના પતિ ચૂકવવા માંગતા ન હતા. તેણે આક્ષેપ કર્યો હતો કે કૌશિકની હત્યા કેટલીક દવાઓ આપીને કરવામાં આવી હતી, જેની તેના પતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પહેલા શનિવારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેઓને દિલ્હીના ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી છે જ્યાં 66 વર્ષીય અભિનેતા સતીશ કૌશિકે તેમના નિધન પહેલા એક પાર્ટીમાં હાજરી આપી હતી. સતીશ કૌશિક કેસમાં દાઉદનો નવો એન્ગલ પણ સામે આવ્યો છે.

ગયા વર્ષે દુબઈમાં જે પાર્ટીમાં કૌશિકે લોન તરીકે 15 કરોડ રૂપિયા માંગ્યા હતા, તે પાર્ટીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદનો પુત્ર અનસ પણ હાજર રહ્યો હતો. ત્યાં પાર્ટી આયોજકની પત્નીના આરોપો પર પોલીસે કહ્યું કે તે તમામ આરોપોની તપાસ કરશે. પાર્ટીના આયોજક અને ગુટખા કિંગની પત્નીએ પોલીસને ઈ-મેલ કરીને નવો ખુલાસો કર્યો છે.

મહિલાએ પાર્ટી ઓર્ગેનાઈઝર પર આરોપ લગાવ્યો છે કે કૌશિકની હત્યા તેના પતિ પર થઈ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા તેના પતિએ સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા, જે હવે કૌશિક પરત માગવા છત્તાં તે પરત કરી રહ્યો નહોતો. તેને શંકા છે કે સતીશ કૌશિકના મોત પાછળ ક્યાંક ને ક્યાંક તેના પતિનો હાથ છે. આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે કૌશિકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ કેસમાં પોલીસનું કહેવું છે કે હોળીના દિવસે એટલે કે 8 માર્ચે પાર્ટીમાં સામેલ થનારા તમામ 40 મહેમાનોની યાદી લેવામાં આવી છે.

જેમાંથી 20ની પૂછપરછ કરવામાં આવી છે. ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે એ પણ માહિતી આપી હતી કે ગુટખા કિંગ જે ભારતમાંથી દુબઈ ભાગી ગયો હોવાનું કહેવાય છે, તે મુંબઇમાં છે. 9 માર્ચે તેણે પોલિસના સામે પોતાનું નિવેદન પણ દાખલ કરાવ્યુ છે.

પોલિસે એ પણ જણાવ્યુ કે, ગુટખા કિંગ અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અનબન ચાલી રહી છે અને હાલ બંને અલગ અલગ રહી રહ્યા છે.આ મહિલા બીજું કોઇ નહિ પણ સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની બીજી પત્ની સાનવી છે. તેણે દાવો કર્યો છે કે વિકાસ માલુએ તેની સાથે બરાત્કાર કર્યો અને પછી બળજબરીથી તેની સાથે લગ્ન કર્યા. જો કે, લગ્ન બાદ તેના પુત્રએ પણ તેની સાથે બરાત્કાર કર્યો હતો જે અસહ્ય હતું.

જેને લઇને તેણે ઑક્ટોબર 2022માં તેનું ઘર છોડી દીધું હતુ.જો કે વિકાસ માલુના સગીર પુત્રએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ સાનવી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે. જો કે, વિકાસ માલુએ એક ઇન્સ્ટા પોસ્ટ શેર કરી છે, જે એખ દિવસ પહેલાની છે. આ પોસ્ટ સાથે તેમણે લખ્યુ છે કે છેલ્લા 30 વર્ષથી તેમના અને સતીશ કૌશિક વચ્ચે સારા સંબંધો છે અને લોકોએ તેમના નામ પર કીચડ ઉછાળ્યું છે. આ આરોપો પર મૌન તોડતા તેમણે કહ્યુ કે દુર્ઘટના ક્યારેય કહીને નથી આવતી કોઈ તેને નિયંત્રિત કરી શકતું નથી. વિનંતી કરવા માંગુ છું કે દરેકની લાગણીઓનું સન્માન કરો.

 

View this post on Instagram

 

A post shared by Vikas Malu (@vmkuber)

Shah Jina