ત્રિપલ આપઘાતનો સનસનીખેજ કિસ્સો : ઘરમાં રહસ્યમય હાલતમાં મળી માતા અને બે દીકરીઓની લાશ, સુસાઇડ નોટમાં લખ્યુ હતુ એવું કે…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર માનસિક કે શારીરિક હેરાનગતિ કે પરેશાનીને કારણે તો ઘણીવાર કોઇ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધને કારણે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જે આપઘાતની ઘટના સામે આવી છે, તે ખૂબ જ ચોંકાવનારી છે. શનિવારે રાત્રે એક મહિલા અને તેની બે દીકરીઓની લાશ મળી આવી હતી. જે ફ્લેટમાં ત્રણેયના મૃતદેહ મળ્યા હતા તેનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે, પરંતુ હાલ કંઈ સ્પષ્ટ નથી. આ મામલે જોરોશોરોથી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઈડ નોટ અંગે પોલીસ કંઈ કહી રહી નથી.મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો હતો કે વસંત એપાર્ટમેન્ટમાં ઘર નંબર 207 અંદરથી બંધ છે અને ઘરના લોકો અંદરથી દરવાજો ખોલી રહ્યા નથી.

માહિતી બાદ એસએચઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારે જોયું કે દરવાજા અને બારીઓ અંદરથી ચારે બાજુથી બંધ હતી. પોલીસ દરવાજો તોડીને અંદર પહોંચી અને જોયું કે ગેસ સિલિન્ડર આંશિક રીતે ખુલ્લો હતો. અંદરના રૂમમાં તપાસ કરતાં ત્રણ મૃતદેહો બેડ પર પડેલા મળી આવ્યા હતા અને ઘર સંપૂર્ણપણે ગેસ ચેમ્બરથી બનેલું હતું, જેના કારણે ત્રણેયના મોત થયા હતા. પોલીસને ઘરની અંદરથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જેમાં ત્રણેયે આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.પોલીસે ત્રણેયની લાશ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેથી પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ત્રણેય મહિલાઓ ડિપ્રેશનમાં હતી કારણ કે મહિલાના પતિનું એપ્રિલ 2021માં કોરોનાથી મોત થયું હતું. સાઉથ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ત્રણ મહિલાઓમાંથી એક 55 વર્ષની છે, જેનું નામ મંજુ શ્રીવાસ્તવ છે, તેના પતિ ઉમેશ શ્રીવાસ્તવનું ગયા વર્ષે કોરોનાને કારણે મોત થયું હતું, અને બે દીકરીઓ છે.

જેમાંથી એકનું નામ અંકિતા છે જે 30 વર્ષની છે અને બીજીનું નામ અંશુતા છે જે 26 વર્ષની છે. ઘરમાંથી પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં વોર્નિંગ લખવામાં આવી છે જેમાં લખ્યું હતું – “ખૂબ જ ઘાતક ગેસ છે, દરવાજો ખોલ્યા પછી માચીસ કે લાઈટરનો ઉપયોગ ન કરશો, ઘર ખૂબ જ ખતરનાક ઝેરી ગેસથી ભરેલું છે.” વાસ્તવમાં, આ ચિઠ્ઠી એટલા માટે લખવામાં આવી હતી કે, મોત પછી, જ્યારે કોઇ અંદર જાય છે, ત્યારે કોઈ અકસ્માત ન થાય.. ઘરમાંથી મળી આવેલ 10 પાનાની સુસાઇડ નોટની અંદર એ પણ લાઇન લખવામાં આવી હતી કે જે દુનિયામાં અમે જઇ રહ્યા છીએ ત્યાં જઇને અમે ફરીથી એક થઇ જઇશું.

Shah Jina