ઘણા લોકો લોન્ગ ડ્રાઈવનો શોખ હોય તો રાજકોટથી અમદાવાદ ડ્રાઈવ કરીને સંતોષ માની લેતા હોય છે. લોન્ગ ડ્રાઈવમાં કોઈ ઉંમરનો બાધ હોતો નથી. આ વાત સાંભળીનેને તમને હસવું આવશે. પરંતુ જો તમને હસવું આવે તો તમારી આ વાતને અમરજીત સિંહ ચાવલાએ સાચી સાબિત કરી દીધી છે. 60 વર્ષીય અમરજીત ચાવલાએ બિઝનેસમાંથી રિટાયરમેન્ટ લઈને તેનું ટ્રાવેલિંગનું સ્વપ્નું પૂરું કર્યું.
અમરજીત સિંહને હંમેશા દુનિયા ફરવાનું સપનું હતું. ત્યારે તેને 40 વર્ષ બાદ તેના રિટાયરમેન્ટ પછી ફરવાનનો ફેંસલો લીધો હતો. પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્ય પણ ખરાબ થયું હતું. પરંતુ તો પણ તેને પીછેહટ નથી કરી. અમરજીતના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેના ફેમિલીએ પણ સપોર્ટ કર્યો હતો. અમરજીતસિંહે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતીય દર્શન ‘વસુધૈવ કુટુંમ્બક્મ’ એટલે આખી દુનિયા એક પરિવાર છે.
દિલ્લીથી અમરજીત સિંહ ચાવલા તેની એસયુવી ગાડી લઈને 7 જુલાઈ 2018ના રોજ નીકળ્યા હતા. અમરજીતે 135 દિવસમાં 30 દેશો ખૂંદી વળ્યાં હતા અમરજીત સિંહ ચાવલા શીખછે. એ જે દેશમાં ગયાએ દેશમાં બધાએ તેની પાઘડી વિષે પૂછ્યું હતું. તેના લીધે તેનું નામ ત્રંબન ટ્રાવેલર પડી ગયું છે.આ પ્રવાસમાં તેને 2013ની તેની એસયુવી ગાડીથી પૂર્ણ કર્યો હતો. આ પ્રવાસમાં 30 દેશ 135 શહેર ફર્યા હતા.
અમરજીતસિંહ દિલ્લીથી નીકળીને નેપાળ, ચીન, કીરગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રુસ, ઈસ્ટોનિયા, લિથુઆનિયા, લટવિયા, ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, ડેન્માર્ક, નિંદરલેન્ડ, જર્મની, પોલેન્ડ, હંગરી, સોલવેનિયા, લિંકટેસ્ટીન, ઓસ્ટ્રેલિયા, સ્વિઝર્લેન્ડ, ઇટલી, મોનાકો, સ્પેન, પુર્તુગાલ, લક્સમબર્ગ, બેલ્ઝિયમ, ફ્રાન્સના રસ્તેથી લંડન પહોંચ્યા હતા. લંડન પહોંચ્યા બાદ તેઓએ તેની કાર 20 ફ્રેબ્રુઆરીએ જહાજમાં બોમ્બે મોકલી હતી. બોમ્બેથી કાર આવી ગયા બાદ તેઓ અમદાવાદ, જયપુર,અમૃતસર થઇને દિલ્લી પહોંચ્યા હતા. પ્રવાસ દરમિયાન તેઓ 700 લોકોને મળ્યા હતા. જેમાં હોલીવુડના સિતારા, મંત્રી, ભારતીય રાજદૂત, મેયર, બોલીવુડના સિતારા અને રાજનેતાને મળ્યા હતા.
અમરજીત સિંહ ચાવલાએ દિલ્લીથી લંડનનો રસ્તો બતાવ્યો છે. પ્રવાસ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા સમય પહેલા એક વિદેશી કપલ ભારત ફરવા આવ્યું હતું.જે રોડ માર્ગે જ આવ્યા હતા અને તેનાથી પ્રભાવિત થયા હતા. પરંતુ તે સમયે તેઓ ફરવા નથી જઈ શક્યા.
પ્રવાસ દરમિયાન અમરજીત સિંહને ખાસ કરીનેં જમવાની સમસ્યા થઇ હતી. કારણકે તે પ્યોર શાકાહારી છે.અને શાકાહારી જમવાનું જલ્દીથી ક્યાંય મલતુના હતું.તેના કારણે તેના વજનમાં લગભગ 2 કિલોનો ઘટાડો થયો હતો. જયારે બીજી સમસ્યાને લઈને અમરજિતે જણાવ્યું હતું કે, શૌચાલયને લઈને તેને બહુજ સમસ્યા થઇ હતી. કારણકે તેનું શરીર બહુજ ભારે છે.અને તેના કારણે તેને ભારતીય ટોયલેટમાં સમશ્યા આવતી હતી. કારણકે આખા ચીનમાં આ પ્રકારના જ ટોયલેટ હતા.
વધુમાં અમરજીત સિંહે તેની સફરમાં 3 વાર રૂકાવટનો સામનો કરવો પડ્યો હતો. એક વાર ઊંઘ આવી જવાથી એક્સીડેન્ટ થયો હતો, બીજી વાર ટાયર ફાટવાને કારણે દુર્ઘટના ઘટી હતી. જયારે ત્રીજી વાર બીમાર પડી જવાથી.
અમરજીત સિંહ આ લાંબા સફર બાદ ઘણો અનુભવ મેળવ્યો છે. તો ઘણી સમસ્યા પણ જાણી ગયા છે. કોઈ સમશ્યા આવી હતી ત્યારે તેને મદદ મળી હતી. દુનિયામાં ઘણા સારા લોકો છે. માટે તમારી સફર આસાન થઇ જશે. જો તમે રોડ દ્વારા ફરવા માંગો ચો તો બધા ડોક્યુમેન્ટ વિશે જાણી લો. સાથોસાથ તમે જે દેશમાં જાઓ ત્યારે તે દેશના વિઝા ચોક્કસ રાખો જેથી કરીને કોઈ જ સમસ્યા ના રહે. રોડથી મુસાફરી કરતી વખતે જે તે દેશના દૂતાવાસ સાથે સંપર્ક રાખો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks