ભારતની આ જેલમાં કેદીઓએ કરી અબજોની કમાણી, અંદર બેસીને કરે છે પાર્ટી

આ હકિકત જાણીને તમે પણ કહેશે આ ‘જેલ’ છે કે ‘જન્નત’

સામાન્ય રીતે જેલનું નામ સાંભળતા જ તમારા મનમાં મુશ્કેલીઓ અને હાથકડીમાં બંધાયેલા કેદીઓની તસવીરો દેખાતી હશે. પરંતુ હવે જેલની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જેલ હવે જેલ નથી પરંતુ વસુલી અને અને અય્યાશીનો સરકારી અડ્ડો બની ગઈ છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દિલ્હીની તિહાડ જેલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ખેલ જે બધાની સામે આવ્યો છે તે જોઈને લાગે છે કે ગુનેગાર હવે ‘બહાર’ ને બદલે ‘અંદર’ રહેવાનું વધારે પસંદ કરે છે.

આ જ કારણ છે કે મોટાભાગના ગુંડાઓ જેલની અંદરથી જ પોતાનું ગુનાનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. કરોડો અને અબજો રૂપિયાની કમાણીની સાથે સાથે જેલમાં રહેલા ગુનેગારો જેલ સેલમાં દારૂની મહેફિલ કરતા પણ જોવા મળે છે. કેવીરીતે જેલમાં ચાલે છે આ રમત જોઈએ આ અહેલાલમાં.

જેલમાં રહીને કેદીએ 200 કરોડની કમાણી કરી : તમને જણાવી દઈએ કે દિલ્હીની રોહિણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર AIADMK પાર્ટીના ચૂંટણી પ્રતીક કેસમાં આરોપી છે. જેની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેણે રોહિણી જેલમાં રહીને 200 કરોડ રૂપિયાની વલૂલી કરી હતી અને તે જ કિસ્સામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેના ચેન્નઈના ઘરમાં દરોડા પાડ્યા હતા અને અબજો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

આ કેસમાં એજન્સીએ સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા પોલની પણ પૂછપરછ કરી હતી. લીના મલયાલમ ફિલ્મોની અભિનેત્રી છે અને તેણે હિન્દી ફિલ્મ મદ્રાસ કાફેમાં પણ કામ કર્યું છે. પોલીસે આ કેસમાં બે જેલના કર્મચારીઓ સહિત કુલ 4 લોકોની ધરપકડ પણ કરી હતી. સુકેશ ચંદ્રશેખર જેલની અંદર બેસીને કોલ દ્વારા લોકો પાસેથી અબજો રૂપિયાની વસૂલી કરતો હતો.
જેલની સુરક્ષા પર સવાલો ઉભા થયા

જેલની સુરક્ષા લઈને પણ સવાલો ઉભા થયા હતા. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા તેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમા જેલની અંદર સેલમાં બેસીને કેટલાક કેદીઓ ખૂબ જ સરળતાથી દારૂની પાર્ટી કરી રહ્યા હતા અને આરામથી સિગારેટ પી રહ્યા હતા. ખાવા -પીવાની કોઈ કમી નથી. વીડિયોમાં દેખાતા એક કેદીની ઓળખ ગેંગસ્ટર નવીન બાલી તરીકે થઈ હતી. જે કુખ્યાત ગેંગસ્ટર નીરજ બાવનિયાની ખૂબ નજીક માનવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો થોડા દિવસો જૂનો છે અને દિલ્હીની મંડોલી જેલનો છે. આ બાબતની માહિતી મળ્યા બાદ જેલ પ્રશાસને સમગ્ર મામલામાં તપાસના આદેશ આપ્યા છે કે, જેલની અંદર તમામ ખાદ્ય પદાર્થો કેવી રીતે પહોંચ્યા અને કેદીઓ પાસે મોબાઇલ ફોન ક્યાંથી આવ્યા.

પહેલા પણ ઉઠ્યા હતા પ્રશ્નો આ પ્રથમ વખત નથી કે જેલની અંદરથી ખંડણી અને મોબાઈલના ઉપયોગની માહિતી જેલની બહાર આવી હોય. આ પહેલા પણ ઘણી વખત જેલ પ્રશાસન કેદીઓ પાસેથી ડઝનેક મોબાઈલ રિકવર કરી ચૂક્યું છે. તો તે જ સમયે, જેલની અંદરથી ખંડણીના કોલ આવ્યા બાદ પીડિતાએ ઘણી વખત પોલીસમાં FIR નોંધાવી છે. સ્પેશિયલ સેલે દરોડા પાડ્યા છે અને ઘણા બદમાશોના મોબાઈલ જપ્ત કર્યા છે અને જેલની અંદરથી ચાલતી આખી રમતને સંગઠિત ગુનો ગણાવ્યો હતો.


સોશિયલ મીડિયા ગુંડાઓનું સૌથી મોટું હથિયાર બની ગયું : 
સોશિયલ મીડિયાએ ગુનેગારોની વર્તણૂક સંપૂર્ણપણે બદલી નાખી છે. જેલની અંદર બેઠેલા ગુંડાઓ જેલમાંથી જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાની જેલથી કોર્ટ જતી વખતે નો વીડિયો કા તો પોતે અપલોડ કરે છે અથવા તો બીજા પાસે અપલોડ કરાવડાવે છે. આ વીડિયોમાં તેને કોઈ હીરો જેવો બતાવવામાં આવે છે અને તેમના ડરને જ તેમની કમાણીનું સાધન સોશિયલ મીડિયા દ્વારા બનાવવામાં આવે છે.

 

Patel Meet