6 વર્ષના બાળકનું ગળું કાપીને તેની હત્યા કરી, આરોપીએ પોલીસને કહ્યું મને સપનામાં શિવજી આવ્યા અને બોલ્યા કે….

અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા એ માણસોના મનની માન્યતા છે. જે કોઇ નક્કર કારણો કે જ્ઞાન પર આધારિત નથી, પરંતુ લોકવાયકા કે પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર આધારિત હોય છે. જો કે, સમય જતા મોટાભાગની અંધશ્રદ્ધાઓમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે, જેઓ અંધશ્રદ્ધામાં માને છે. જેનું જીવતુ જાગતુ ઉદાહરણ હાલ સામે આવ્યુ છે. દક્ષિણ દિલ્હીમાં માસુમ બાળકનું ગળું કાપીને તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, માનવ બલિદાન આપવા માટે બે આરોપીઓએ 6 વર્ષના બાળકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

જ્યારે આરોપીની ઝૂંપડપટ્ટીમાંથી લોહીના ધારા વહેવા લાગી, ત્યારે ત્યાં હાજર લોકોને આ ઘટનાની જાણ થઈ, જે પછી તરત જ પોલીસને તેની જાણ કરવામાં આવી. આ હૃદયદ્રાવક ઘટના દક્ષિણ દિલ્હીના લોધી રોડ વિસ્તારની છે જ્યાં બે આરોપીઓએ 6 વર્ષના માસૂમ બાળકની હત્યા કરી હતી. રવિવારે પોલીસને માહિતી મળી કે લોધી રોડ સીબીઆઈ બિલ્ડિંગ પાસે નિર્માણાધીન CRPF હેડક્વાર્ટર બિલ્ડિંગમાં બનેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવકોએ એક બાળકનું ગળું કાપી નાખવામાં આવ્યુ છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સીઆરપીએફ દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમની મદદથી બંને આરોપીઓને પકડવામાં આવ્યા હતા, ઘટના સમયે બંને આરોપીઓ નશાની હાલતમાં હતા, સાથે જ તેઓ અહીંના રહેવાસી છે. બિહાર, જેમના નામ વિજય કુમાર અને અમર કુમાર છે. નિર્દયતાથી હત્યા કરાયેલા બાળકનું નામ ધર્મેન્દ્ર છે, જેની ઉંમર 6 વર્ષની છે. ડીસીપીએ જણાવ્યું કે બાળકની હત્યા કરતા પહેલા આરોપીએ તેના માથા પર છરી વડે ઘણી વાર હુમલો કર્યો અને પછી છરી વડે તેનું ગળું કાપી નાખ્યું.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાળકની ગરદન કપાયેલી હતી. તેના માથા પર પણ ઘણા નિશાન હતા, પોલીસે બાળકનો મૃતદેહ કબજે કર્યો હતો. આ સાથે આરોપીના લોહીથી ખરડાયેલા કપડાં અને છરીઓ પણ મળી આવી હતી. હાલમાં લોધી રોડ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપી વિજય ગાંજા પીને અહીં પહોંચ્યો હતો. તેણે શિવની પૂજા કરવા માટે ધૂપ માંગી,

પરંતુ મહિલાએ ના પાડી. ત્યારબાદ તે પોતાની ઝૂંપડપટ્ટીમાં પાછો ફર્યો. વિજયે પોલીસને જણાવ્યું કે અમે શિવનો પ્રસાદ ખાધો હતો. આ પછી તેમને એક સ્વપ્ન આવ્યું કે ભગવાન શિવ બાળકની બલી માંગી રહ્યા છે. 6 વર્ષીય ધર્મેન્દ્ર રાત્રે લગભગ સાડા દસ વાગે એકલો દેખાયો. બાળક વિજય અને અમને ઓળખતો હતો. આનો ફાયદો ઉઠાવીને આરોપીઓ તેને પોતાની ઝૂંપડપટ્ટીમાં લઈ ગયા હતા. શાકભાજી કાપવાની છરીઓ વડે બાળકનું ગળું ચીરી નાખ્યું.

Shah Jina