આ દુકાનદારે આફતને બદલી અવસરમાં, 2000ની નોટ ચલણમાં બંધ થવાની ખબર આવતા જ ગ્રાહકો માટે રાખી એવી સ્કીમ હવે લોકો આ દુકાનમાં જ જાય છે, જુઓ

આવું ભેજું તો આપણા ભારતીયો જ વાપરી શકે, દુકાનમાં 2000ની નોટ લઈને આવનારા માટે આ દુકાનદારે આપી ખાસ સ્કીમ

Awesome scheme for 2000 note : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. લોકો પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે, જ્યારે તેઓ બેંકમાં જઈને તેમની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે.  જેની સેવા 23 મે, 2023 થી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં લોકો પોતાની 2000 રૂપિયાની નોટો લઈને બેંકોના ચક્કર લગાવવા લાગશે.

ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે પેટ્રોલ પંપ કે અન્ય જગ્યાએ જઈને પણ નોટો વાપરતા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ 2000ની નોટને લઈને ઘણા બધા મીમ અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. લોકોમાં પણ જલદી જ જૂની નોટોમાંથી છુટકારો મેળવવા ભારે ઉતાવળમાં છે. હવે દિલ્હીમાં એક માંસની દુકાને 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરીને તેનું વેચાણ વધારવાનો માર્ગ શોધી કાઢ્યો છે.

સુમિત અગ્રવાલે ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં દુકાન દ્વારા આપવામાં આવેલી ઓફરની તસવીર દેખાઈ રહી છે. દુકાનની સામે ચોંટાડેલી નોટિસ ગ્રાહકોને જણાવે છે કે તેઓ રૂ.2000ની નોટો આપીને રૂ.2100ની કિંમતનો સામાન ખરીદી શકે છે. ત્યારે હવે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “જો તમને લાગે છે કે આરબીઆઈ સ્માર્ટ છે, તો ફરીથી વિચાર કરો કારણ કે દિલ્હીવાસીઓ વધુ સ્માર્ટ છે. વેચાણ વધારવાની કેવી અનોખી રીત છે!” ઘણા લોકો આ પોસ્ટને જોઈને દુકાનદાર સ્માર્ટ હોવાની પણ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel