બ્રેકઅપથી નારાજ રોહિત ગુપ્તાએ સલમાની ઘરમાં ઘુસી કરી હત્યા, ગોળીઓથી વીંધી નાખી, જાણો વિગતે

રોહિતે કહ્યું, સલમા સાથે મારા સંબંધ હતા, દૂર થઇ તો મારી નાખી, પાર્લરમાં કામ કરતી યુવતીની કરી દીધી આવી હાલત ….

હાલમાં હત્યાની અનેક ઘટનાઓ સામે આવે છે, જે ચકચારી જગાવતી હોય છે. હાલ દેશભરમાં દિલ્લીના મહરૌલનીનો શ્રદ્ધા વોકર હત્યાકાંડ ઘણો ચર્ચામાં છે, ત્યાં એવા ઘણા કિસ્સાઓ પણ આ દરમિયાન સામે આવે છે, જેમાં કોઇ પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી હોય. ત્યારે હાલમાં દિલ્લીમાંથી એક આશિકની ખૌફનાક કરતૂત સામે આવી છે. આ આશિકે તેની પ્રેમિકાને ઘરમાં ઘુસી ગોળી મારી દીધી હતી. આ સનકી પ્રેમીએ એક-બે નહિ પરંતુ પૂરી 9 ગોળીઓ તેની પ્રેમિકાને મારી હતી.

પ્રતિકાત્મક તસવીર

ગોળી મારવાનું કારણ એ હતુ કે, પ્રેમિકાએ તેના આશિક સાથેના સંબંધ ખત્મ કરી લીધા હતા. બ્રેકઅપથી નારાજ આશિક પ્રેમિકાના ઘરમાં ત્રીજા માળે ઘુસી ગયો અને તેના શરીરને ગોળીઓથી વીંધી નાખ્યુ. દિલ્લી પોલિસે ખુલાસો કર્યો છે કે, આરોપીનું નામ રોહિત ગુપ્તા છે, તે સદર બજારનો રહેવાસી છે. 29 વર્ષિય રોહિત ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. તે ઘણો શાતિર અપરાધી છે. 28 ઓક્ટોબરના રોજ પોલિસને ખબર મળી હતી કે ભારત નગર વિસ્તારમાં જેજે કોલોનીના ત્રીજા માળના મકાનમાં એક લાશ પડી છે.

પ્રતિકાત્મક તસવીર

જ્યારે પોલિસ ત્યાં પહોંચી તો લાશ સલમા નામની મહિલાની હતી. જે બાદ પોલિસે હત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મૃતક સલમા કારોલબાગ વિસ્તારના એક પાર્લરમાં કામ કરતી હતી. શરૂઆતમાં તો પોલિસને કોઇ સીસીટીવી કે કંઇ ના મળ્યુ, જેના કારણે આ એક બ્લાઇંડ મર્ડર કેસ માનવામાં આવી રહ્યો હતો. પરંતુ દિલ્લી પોલિસને પોતાના સોર્સથી જાણ થઇ કે રોહિત નામનો વ્યક્તિ સલમા સાથે પ્રેમ સંબંધમાં હતો. તે બાદ પોલિસે રોહિતની શોધ શરૂ કરી. રોહિતના મોબાઇલ નંબરને ટ્રેસ કરવામાં આવ્યો પરંતુ તે એક શહેરથી બીજા શહેર એક હોટલથી બીજી હોટલમાં ભાગતો રહ્યો.

દિલ્લી પોલિસની ચાર ટીમોએ ઘેરાબંદી કરી રોહિતની દિલ્લીથી ધરપકડ કરી હતી. રોહિતે ખુલાસો કર્યો કે તે પરણિત છે અને સલમાને ઘણો પ્રેમ કરતો હતો. પરંતુ કેટલાક દિવસોથી સલમાએ રોહિત સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ અને મળવાનું પણ બંધ કરી દીધુ હતુ. જેનાથી રોહિત ઘણો નારાજ હતો. રોહિત ગ્રોસરી શોપમાં કામ કરતો હતો. 28 ઓક્ટોબરના રોજ તે સલમાના ઘરે પહોંચ્યો અને તેના સાથે બહેસ થઇ. જે બાદ રોહિતે તેની બંદૂક નીકાળ સલમાને 9 ગોળીઓ માપી અને તેની હત્યા કરી દીધી. હત્યા બાદ તેણ રિવોલ્વર નાળામાં ફેંકી દીધી હતી.

Shah Jina