દિલ્હીની આ જાંબાજ મહિલા ઓફિસર જેને ગોળી વાગવા છતાં પણ બે ખુંખાર અપરાધીઓ ઉપર પડી ભારે

પોલીસ અને અપરાધીઓ વચ્ચે સતત મુઠભેડ થતી રહેતી હોય છે ત્યારે આ દરમિયાન દિલ્હીમાં ક્રાઇમ બ્રાન્ચની મહિલા સબ ઇન્સ્પેકટર બદમાશો સામે થઇ ગઈ. આ દરમિયાન તેના બુલેટપ્રુફ જેકેટમાં ગોળી પણ વાગી ગઈ. પરંતુ તેને છેલ્લે સુધી હાર ના માની અને અપરાધીઓને પોલીસના હાથમાં સોંપી દીધા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારની સવારે પ્રગતિ મેદાનની પાસે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમનું કુખ્યાત બદમાશોની સાથે એન્કાઉન્ટર થઇ ગયું. જેને લીડ કરી રહી હતી સબ ઇન્સ્પેકટર પ્રિયંકા.

બંને તરફથી ઘણા રાઉન્ડ ફાયરિંગ.  આ એન્કાઉંટર દરમિયાન  બદમાશોની એક ગોળી એસીપી પંકજના બુલેટપ્રુફ જેકેટ ઉપર આવીને વાગી અને એક ગોળી સબ ઇન્સ્પેકટર પ્રિયંકાના બુલેટપ્રુફ જેકેટ ઉપર આવીને વાગી. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું.

Image Source

આ કાર્યવાહીમાં બદમાશોને પગમાં ગોળી મારવામાં આવી. પ્રિયંકાના જવાબી ફાયરિંગથી ઘાયલ થયેલા બદમાશો અંતે પકડાઈ ગયા. આવું પહેલીવાર છે કે જયારે દિલ્હી પોલીસના એન્કાઉન્ટરમાં મહિલા સબ ઈન્સ્પેક્ટરના નૈતૃત્વમાં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં બદમાશોને પકડી લેવામાં આવ્યા હોય.

પોલીસે બંને અપરાધીઓની ધરપકડ કરી લીધી.  પકડાયેલા ગેંગસ્ટર રોહિત ઉપર 4 લાખ અને ટીટુ ઉપર દોઢ લાખનું ઇનામ હતું અને બંને ઉપર મકોકા લાગ્યું હતું. પોલીસે તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્ટલ અને કાર ઝડપી પાડી છે.

આ ઓપરેશન સફળ થયા બાદ સબ ઇન્સ્પેકટર પ્રિયંકાની સમગ્ર વિભાગમાં પ્રસંશા થઇ રહી છે. એન્કાઉન્ટરમાં ગોળી વાગવા ઉપર ઘાયલ થયેલા બંને બદમાશો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Niraj Patel