ખબર

15000 હજારના સ્કૂટી માટે લાગ્યો 23000નો દંડ, જાણો એવું શું થયું કે પોલીસે ફાડ્યું 23000 રૂપિયાનું ચલણ

નવો ટ્રાફિક નિયમ લાગુ થઇ ગયો છે જે અંતર્ગત હવે દંડની રકમ પહેલાથી ઘણી વધી ગઈ છે. નિયમ લાગુ થયાને બે જ દિવસ થયા છે અને લોકોએ આ નિયમનો વિરોધ કરવાનું શરુ કરી દીધું છે. તાજેતરમાં જ દિલ્હીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દિલ્હી પોલીસે એક વ્યક્તિ પર 23 હજારનો દંડ લાદી દીધો છે, પણ સ્કૂટીની હાલની કિંમત માત્ર 15 હાજર રૂપિયા જ છે.

Image Source

દિલ્હીની ગીતા કોલોનીના રહેવાસી દિનેશ મદન હરિયાણાના ગુડગાંવ કોર્ટમાં કામ કરે છે. સોમવારના રોજ તેઓ પોતાની સ્કૂટીથી કશે જઈ રહયા હતા ત્યારે હેલ્મેટ વિના સ્કૂટી પર નીકળવા માટે ટ્રાફિક પોલીસે તેમને પકડી લીધા. પોલીસે તેમની સ્કૂટીનું રજીસ્ટ્રેશન, લાઇસન્સ, પીયુસી, હેલ્મેટ અને ઇન્સ્યોરન્સ વિશે પૂછ્યું. પણ એ સમયે તેની પાસે કશું જ ન હતું. તેમને પોલીસને કહયું કે તેઓ બધું જ થોડા સમયમાં ઉપલબ્ધ કરાવી દેશે પણ ત્યાં સુધીમાં ટ્રાફિક પોલીસે તેમનું ચલણ બનાવી દીધું હતું. તેમનું ચલણ વેહિકલ એક્ટ 1988 સેક્શન 213 (5)(e) ની વિભિન્ન ધારાઓ અંતર્ગત બનાવવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ વિના ચલાવવા માટે 1000 રૂપિયા, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ચલાવવા માટે 5 હજાર રૂપિયા, ઇન્સ્યોરન્સ માટે 2000 રૂપિયા, રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા અને પીયુસી ન હોવા પર 10000 રૂપિયાનું ચલણ બનાવવામાં આવ્યું હતું, જે કુલ મળીને 23 હજાર રૂપિયાનું થયું.

જે સમયે તેનું ચલણ બનાવવામાં આવ્યું એ સમયે તેની પાસે 23000 રૂપિયા ન હતા, જેથી પોલીસે તેમનું વેહિકલ જપ્ત કરી લીધું. હવે આ કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. દિનેશ એ વિચારમાં છે કે એ ૧૫ હજાર રૂપિયાની સ્કૂટીને છોડાવવા માટે 23000 હજાર રૂપિયા ભરે કે પછી નવું વેહિકલ ખરીદી લે.

આ અંગે એક ઇન્ટરવ્યૂમાં દિનેશે કહ્યું કે ‘મેં હેલ્મેટ હાથમાં પકડ્યું હતું એટલે હેલ્મેટ વિના ચલાવવાનું ચલણ હતું અને ડોક્યુમેન્ટ્સ ન હતા. હું સ્કૂટીના કાગળિયા રાખવાનું ભૂલી ગયો હતો. પોલીસવાળા એ સમયે વધુ વ્યસ્ત હતા એટલે કદાચ તેઓ મારી વાત સરખી રીતે સાંભળી શક્યા નહિ.

Image Source

આગળ જણાવતા દિનેશે કહ્યું ‘જ્યા સુધીમાં મેં વોટ્સએપ પર આરસી બૂકની કોપી મંગાવી ત્યાં સુધીમાં મારુ ચલણ બની ચૂક્યું હતું. મને કોઈ ખયાલ જ ન હતો કે નવો મોટર વેહિકલ એક્ટ લાગુ પડી ગયો છે. હવે હું એટલું જ ઈચ્છું છું કે કોર્ટ મને ઓછામાં ઓછો દંડ આપે. કોર્ટ જે પણ આપશે એનું હું પાલન કરીશ. હું પોતાની ભૂલ માની રહ્યો છું. આજ પછી હું પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ ગાડીમાં રાખી અને હેલ્મેટ પણ પહેરીશ.’

ચલણ ફાટયા બાદ ચર્ચાઓમાં રહેલા દિનેશે કહ્યું કે ‘હું આ વિસ્તરમાં ચર્ચાનો વિષય બનેલો છું, પણ હું ઈચ્છીશ કે કોઈની સાથે આવું ન થાય. મેં 2015માં સ્કૂટી ખરીદ્યું હતું પણ હવે તેની કિંમત 15-18 હજારની આસપાસ જ હશે. જે પણ હોય, હું પોતાનું ચલણ ચૂકવીશ. જો આજે હું આ વિચારી લઇ કે સ્કૂટી 15-18 હજારનું છે એના માટે હું 23000 હજારનું ચલણ છે, જો દંડ નહિ ભરું તો તો કાલે બીજા લોકો પણ આવું જ વિચાશે અને એનાથી સમાજમાં ખોટો મેસેજ જશે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks