પ્રેમ, લિવ-ઇન, પછી દગો…હત્યા કર્યાના દિવસે જ દુલ્હો બન્યો પ્રેમી, ઝકઝોર કરી દેશે શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક કહાની

શ્રદ્ધા હત્યાકાંડ તો તમને યાદ જ હશેને…આવી જ એક વારદાત ફરી એકવાર બની છે અને તે પણ દિલ્લીમાં જ. પોલિસને એક ઢાબાના ફ્રિજમાંથી એક છોકરીની લાશ મળી. પોલિસે આ મામલાના આરોપીની ધરપકડ કરી લાશને બરામદ કરી લીધી છે. આ મામલો દિલ્લીના બાબા હરિદાસ નગરનો જણાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શરૂઆતી પૂછપરછમાં એવું સામે આવ્યુ છે કે આરોપી સાહિલના 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. આને લઇને નિક્કીએ આપત્તિ જતાવી હતી. બંને લાંબાં સમયથી રિલેશનશિપમાં હતા. નિક્કી હરિયાણાના ઝઝ્ઝરની રહેવાસી હતી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે નિક્કીની હત્યા કર્યા બાદ આરોપી સાહિલ ઘરે પહોંચ્યો અને તેણે કોઇ બીજી છોકરી સાથે લગ્ન કર્યા. આરોપી સાહિલે પહેલા તો પૂછપરછ દરમિયાન પોલિસને ગુમરાહ કરવાની કોશિશ કરી, પણ કડકાઇથી પૂછપરછ પર તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો. આરોપીનું કહેવું છે કે તેણે 9 અને 10 ફેબ્રુઆરીની રાત્રે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી અને પછી તેનો મૃતદેહ મિત્રાઓ ગામની સીમમાં આવેલા એક ખાલી પ્લોટમાં તેના ઢાબાના ફ્રિજમાં સંતાડી દીધો હતો.

તે ઉત્તમ નગરના કરિયર પોઈન્ટ કોચિંગ સેન્ટરમાં 2018માં એસએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હરિયાણાના ઝજ્જરની રહેવાસી નિક્કી પણ અહીં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહી હતી. તેણે નિક્કી સાથેના તેના સંબંધ વિશે તેના પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. તેના પરિવારે તેના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કર્યા હતા. જોકે સાહિલે નિક્કીને તેની સગાઈ કે લગ્ન વિશે કંઈ જણાવ્યું ન હતું. પરંતુ કોઈક રીતે નિક્કીને ખબર પડી ગઇ કે સાહિલ બીજી કોઇ છોકરી સાથે લગ્ન કરવાનો છે.

આ પછી બંને વચ્ચે આને લઇને દલીલ થઇ અને પછી આરોપીએ તેની કારમાં રાખેલા મોબાઈલ ફોનના ડેટા કેબલ વડે નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી તે તેના ઢાબા પર પહોંચ્યો અને લાશને ફ્રીજમાં છુપાવી દીધી જે બાદ તેણે ઘરે પહોંચી બીજી છોકરી સાથે લગ્ન કર્યા. જો કે, હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળવામાં આવી રહ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપી સાહિલે જ જણાવ્યું હતું કે તેણે 10 ફેબ્રુઆરીએ દિલ્હીના ISBT પાસે એક કારમાં નિક્કીનું ગળું દબાવી હત્યા કરી હતી,

તેની હત્યા કર્યા પછી, તે મૃતદેહ સાથે કારમાં ફરતો રહ્યો, પછી તેણે મૃતદેહને ઢાબાના રેફ્રિજરેટરમાં રાખ્યો. આ મામલે એડીસીએ જણાવ્યું કે, તેમને મંગળવારે સવારે માહિતી મળી હતી કે એક યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશને ઢાબામાં સંતાડી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને કબજે કરી અને પછી તપાસ બાદ આરોપી સાહિલની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, નિક્કી અને સાહિલ બંને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા.

આરોપીએ જણાવ્યું કે જ્યારે તે એસએસસીની પરીક્ષા માટે ઉત્તમ નગરના કોચિંગ સેન્ટરમાં જતો હતો, નિક્કી પણ આકાશ ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી હતી. બંને સેમ બસમાં મુસાફરી કરતા હતા, આવી રીતે પહેલા તેઓ મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. 2018માં બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા અને આરોપીએ આ વિશે પરિવારને કશું કહ્યું નહોતુ. બંને એકસાથે ઘણી જગ્યાએ ફરવા ગયા હતા, બધું બરાબર ચાલતું હતું. પણ જ્યારે નિક્કીને ખબર પડી કે સાહિલ બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે ત્યારે આ મામલે ઉગ્ર બોલાચાલી થઇ અને પછી જ સાહિલે તેની હત્યા કરી હતી.

Shah Jina