ખબર

દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વે : પ્રાણીઓને જવા માટે ખાસ ઓવરપાસ, 350 કિમીનું કામ થયુ પૂરુ, કોવિડ રોડ બ્લોક છત્તા સમય પર પૂરુ થશે કામ

દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કેંદ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક છે. આ દેશની જનતા માટે મહત્વપૂર્ણ સોગાત પણ છે. આ એક્સપ્રેસ વે દિલ્લી-મુંબઇ વચ્ચે યાત્રાના સમયને ઘટાડીને લગભગ અડધો એટલે કે 12 કલાક કરી દેશે. હાલમાં જ કેંદ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ રાજયસભામાં જણાવ્યુ કે તમામ બાધાઓ છત્તા પણ આ પ્રોજેક્ટને જલ્દી પૂરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. (તમામ તસવીરો : પ્રતીકાત્મક)

દિલ્લી અને મુંબઇને જોડનાર આ 8 લેન એક્સપ્રેસ વે ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો એક ભાગ છે. દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ વેના પૂરા કોરિડોરને જાન્યુઆરી 2023 સુધી પૂરુ કરવાનું લક્ષ્ય રાખવામા આવ્યુ છે. આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે જે 1350 કિમી લાંબો હશે.

દેશના 2 સૌથી વ્યસ્ત માર્ગોને જોડનાર આ રસ્તો શહેર અને રાજમાર્ગના ટ્રાફિકને ઓછો કરી દેશે, આનાથી વારંવાર થનાર ટ્રાફિક જામની સમસ્યા ઘણી ઓછી થશે અને યાત્રાનો સમય પણ ઘટશે. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડનાર આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે 90 હજાર કરોડ રૂપિયામાં બની રહ્યો છે.

આ એશિયાનો એવો પહેલો એક્સપ્રેસ વે હશે જેમાં પ્રાણીઓને જવા માટે ઓવરપાસ હશે કારણ કે એક્સપ્રેસ વેથી કેટલાક વાઇલ્ડલાઇફ સેંચુરીઝથી થઇને નીકળે છે. આ ઉપરાંત આ ગ્રીન એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વેના કિનારે છોડ પણ હશે સાથે જ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે.

નિતિન ગડકરીએ કહ્યુ કે, દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ વેની કુલ લંબાઇમાંથી 350 કિલોમીટર રસ્તાનું નિર્માણ થઇ ચૂક્યુ છે અને 825 કિલોમીટરના નિર્માણનું કામ પ્રગતિ પર છે.વર્ષ 2020-21માં એક્સપ્રેસ વેની નિર્માણ ગતિ 36.5 કિલોમીટર/દિવસ રહી છે. તેમણે કહ્યુ કે, કોઇ પણ નેશનલ હાઇવેના નિર્માણની આ અત્યાર સુધીની ઝડપી ગતિ છે.