જે પાડોશી મિત્રને સોંપી હતી પરિવારનું ધ્યાન રાખવાની જવાબદારી, તેણે જ કરી દીધી મા-દાદીની હત્યા, શું કળયુગ આયો છે

જ્યારે કોઈ ગુનેગાર ગંભીર ગુનો કરે છે, ત્યારે તે પોતાને બચાવવા માટે પહેલેથી જ માર્ગ શોધી લે છે. તે બચવા માટે તમામ પ્રયાસો કરે છે. પરંતુ ગુનેગાર ગમે તેટલો હોંશિયાર હોય, ગુનો કરતી વખતે તે ચોક્કસથી કોઈને કોઈ સુરાગ છોડી દે છે, જે તેને કાયદાની ચુંગાલમાં લઈ જાય છે. તેની એક નાની ભૂલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. આવું જ કંઈક ડબલ મર્ડર કેસમાં થયું, જ્યાં હત્યારાએ પહેલા ચૂપચાપ બે હત્યા કરી અને પછી લૂંટને અંજામ આપ્યો. પરંતુ તેની એક ભૂલ તેને તેના અંત સુધી લઈ ગઈ. પોલીસે જે રીતે ડબલ મર્ડરનો આ કોયડો ઉકેલ્યો હતો. તે પણ ઓછું રસપ્રદ નથી.

15મી ઓગસ્ટ સોમવાર હતો અને આ પહેલા શનિવાર અને રવિવારની રજા હોવાથી બે ભાઈઓએ મુસાફરી કરવાની યોજના બનાવી હતી. પરંતુ જ્યારે 20 વર્ષનો શશાંક અને 18 વર્ષનો સાર્થક રજાઓ બાદ ઘરે પરત ફર્યા ત્યારે તેમની દુનિયા બરબાદ થઈ ગઈ હતી. બંને ભાઇઓ જયારે ફરીને પાછા આવ્યા ત્યારે પહેલા બેલ વગાડી અને ઘણી વખત દરવાજો પણ ખખડાવ્યો. પરંતુ ઘરનો ન તો કોઈએ દરવાજો ખોલ્યો કે ન તો અંદરથી કોઈ અવાજ આવ્યો, આવી સ્થિતિમાં બંને ભાઈઓને લાગ્યું કે કદાચ તેમની માતા અને વૃદ્ધ દાદી ઘરમાં સૂઈ રહ્યાં છે.

બંનેએ પોતાની પાસે રહેલી ચાવી વડે ઘરનો દરવાજો ખોલ્યો અને અંદરનું દૃશ્ય જોઈને બંને ધ્રૂજી ઊઠ્યા. તેમણે જોયુ તો ઘરમાં માતા અને દાદી બંનેની હત્યા કરવામાં આવી હતી. માતાની લોહીથી લથપથ લાશ ગ્રાઉન્ડ ફ્લોર પર તેના બેડરૂમમાં પડી હતી, જ્યારે દાદીની લાશ ઉપર તેના પોતાના બેડરૂમમાં હતી. ઘરની દરેક વસ્તુ વેરવિખેર અને અવ્યવસ્થિત હતી. પૈસા અને દાગીના જેવી લગભગ તમામ કીમતી ચીજવસ્તુઓ પણ ગાયબ હતી, જે જોતા સ્પષ્ટ થતું હતું કે લૂંટના ઈરાદે બંનેની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.

બંને ભાઈઓ શશાંક અને સાર્થકે પોલીસને જણાવ્યું કે તેઓ તેમના મિત્રો સાથે રજાઓ ગાળવા ગયા હતા. બંને ભાઈઓનો પૂજા સામગ્રીનો બિઝનેસ છે અને દિલ્હીના ચાંદની ચોકમાં તેમની દુકાન પણ છે. જ્યારે તેઓ વર્ષોથી સ્વાગત વિસ્તારના આ સુભાષ પાર્કની શેરી નંબર 12માં રહે છે. પરંતુ જે રીતે તેની માતા અને દાદીની હત્યા કરવામાં આવી હતી તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પૂછપરછ દરમિયાન બંને ભાઈઓએ તેમના પાડોશમાં રહેતા અન્ય યુવક હર્ષિતનું નામ લીધું અને જણાવ્યું કે હર્ષિત તેમનો જૂનો મિત્ર છે અને રજા પર ગયા ત્યારે તે બંને માતા અને દાદીનું ધ્યાન રાખવાનું તેમજ દુકાનનું ધ્યાન રાખવાનું પણ કહીને ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ પોલિસે હર્ષિતની પૂછપરછ શરૂ કરી, પરંતુ તેણે નિર્દોષતાથી જવાબ આપ્યો કે તેને ન તો તેના મિત્રોના ઘરે લૂંટ વિશે ખબર છે કે ન તો તેની માતા અને વૃદ્ધ દાદીની હત્યા વિશે. હા, તેણે ચોક્કસ કહ્યું હતું કે શશાંક અને સાર્થકના કહેવાથી તે બંને ભાઈઓના ગયા પછી એક-બે વખત તેમની માતા અને દાદીને મળવા ગયો હતો, પરંતુ આ બધું ક્યારે બન્યું, કેવી રીતે થયું, કોણે કર્યું, તેની તેને જાણ નથી. પોલીસે પોતાની રીતે આ હકીકતની ખરાઈ કરી હતી અને હર્ષિતનું નિવેદન સાચું હોવાનું જાણવા મળ્યું હતું. પણ પછી હર્ષિત પાસે બીજા ઘણા સવાલોના જવાબ નહોતા. પોલિસે CCTV તપાસવાનું શરૂ કર્યુ.

પ્રતિકાત્મક તસવીર

હર્ષિતના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા તો સત્ય સામે આવ્યું. 13 ઓગસ્ટની રાત્રે હર્ષિત પોતાની સાથે પેકેટમાં કંઈક શંકાસ્પદ વસ્તુ લઈને જતો જોવા મળ્યો હતો. જે બાદ પોલિસે કડીઓને જોતા તેના પર કડક કાર્યવાહી શરૂ કરી તો પછી જે વાર્તા સામે આવી તે સાંભળીને તો પોલિસ પણ દંગ રહી ગઇ. હર્ષિત અને શશાંકની મિત્રતા લગભગ દસ વર્ષ જૂની હતી. હર્ષિત લગભગ દર બીજા દિવસે શશાંકના ઘરે આવતો હતો. આ જ કારણ છે કે શશાંક અને સાર્થક પણ હર્ષિત પર વધુ પડતો વિશ્વાસ કરતા હતા.  હર્ષિતે શશાંક પાસેથી વ્યાજે રૂ.5 લાખ પણ લીધા હતા. જો કે, તે આ પૈસા પરત કરી શક્યો ન હતો.

પ્રતિકાત્મક તસવીર

હર્ષિતની મિત્રતા બંને ભાઈઓ સાથે ખૂબ જ ઊંડી હોવાથી બંને ભાઈઓએ હર્ષિતને માતા અને દાદીની સંભાળ રાખવાની વાત કરી હતી. પરંતુ મિત્રતાના નામે કલંક નીકળેલા હર્ષિતે શશાંક અને સાર્થકની માતા અને દાદીને લૂંટવાનો પ્લાન બનાવ્યો અને આ માટે તેણે એક મોટી છરી ખરીદી હતી. ત્યારપછી 12 ઓગસ્ટે બંને ભાઈઓ બહાર નીકળ્યા ત્યારે હર્ષિતે બંને મહિલાઓની હત્યા કરી અને બીજા જ દિવસે ઘર લૂંટી લીધું. તેનો ઇરાદો એવો હતો કે તેણે લૂંટી લીધેલા રૂપિયા અને દાગીનામાંથી પોતાને લીધેલી પાંચ લાખ રૂપિયાની લોન પણ ચૂકવવી જોઈએ અને પકડાઈ જવાથી બચી જવું જોઈએ. પરંતુ તેની યોજના સફળ થઈ શકી નહીં.

Shah Jina