પોતાના મિત્રની જ નાબાલિક દીકરી સાથે બળાત્કાર કરનારા આરોપીની સામે આવ્યું નિવેદન, કહ્યું, “નસબંધી કરાવી લીધી હતી, ગર્ભવતી હોવાનો…”

Delhi Minor Misdeed Case : ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને નાબાલિક સાથે છેડતી અને બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ એક ઘટનાએ લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. દિલ્હી સરકારના એક અધિકારીની મિત્રની સગીર પુત્રી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં આરોપીની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. મામલો સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો અને મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. અધિકારી પર તેના મૃત મિત્રની 16 વર્ષની પુત્રી પર બળાત્કાર અને ગર્ભાધાન કરવાનો આરોપ છે.

2005માં કરાવી હતી નસબંધી :

દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નિયુક્ત પ્રેમોદય ખાખા જેને સગીર પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને મંગળવારે જેલમાં મોકલવામાં આવ્યો હતો. અગાઉ સોમવારે મોડી સાંજે પોલીસે પ્રેમોદયની પત્ની સીમા રાનીને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને પણ જેલમાં મોકલી દેવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી પ્રેમોદય ખાખાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું છે કે તેણે વર્ષ 2005માં તેની નસબંધી કરાવી હતી. આવી સ્થિતિમાં આરોપીએ સગીર સાથે બળાત્કાર કર્યો તો તે ગર્ભવતી કેવી રીતે થઈ. આ અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે.

પીડિતાનું ફરીથી લેવાશે નિવેદન :

પોલીસે પ્રેમોદય ખાખાને મંગળવારે કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો પોટેન્સી ટેસ્ટ પણ કરાવ્યો હતો. બીજી તરફ, કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પીડિતાનું 164નું નિવેદન ફરી લેવામાં આવી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે પીડિતાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેમની તબિયત સુધર્યા બાદ ફરીથી તેમનું નિવેદન લેવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ, મામલાની તપાસ કરી રહેલી એક ટીમ મંગળવારે બુરારી સ્થિત ચર્ચ અને આરોપીના ઘરે પહોંચી હતી.

પોલીસ કરી રહી છે તપાસ :

જ્યાં પોલીસે અનેક લોકોની પૂછપરછ કરવા ઉપરાંત તપાસ કરી. ચર્ચમાં ઘણા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પોલીસે આરોપી પ્રેમોદય અને તેની પત્ની સીમાનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જરૂર પડશે તો બંનેના મોબાઈલ પણ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે. હાલ પોલીસની ટીમ કેસને લગતા પુરાવા એકત્ર કરવામાં લાગેલી છે. પોલીસની પૂછપરછમાં આરોપી સતત પોતાને નિર્દોષ જણાવી રહ્યો છે. તેનું કહેવું છે કે તેણે પીડિતા સાથે કંઈ કર્યું નથી, તેને બળજબરીથી ફસાવવામાં આવી રહી છે.

Niraj Patel