ખબર

પોલીસના હાથમાં લાગી ગઈ એવી શાતિર ટીચર જે એક્સરે મશીનમાંથી સીધો જ ઉડાવી દેતી હતી પેસેન્જરનો સામાન, જુઓ તસવીરો

મેટ્રોમાં સંસ્કારી દેખાતી આ હાઈપ્રોફાઈલ મહિલા એવા એવા કાંડ કરતી કે જાણીને આત્મા કંપી ઉઠશે

દેશભરમાં ઘણીવાર ચોરીની એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ, ઘણા ચોર એટલા શાતીર હોય છે કે તે પોલીસની પકડથી પણ એવી રીતે બચી નીકળે છે જાણે તેમને કઈ કર્યું જ ના હોય. ખાસ કરીને રેલવે  સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર આવી ચોરીના ઘણા મામલામાં સામે આવે છે.

દિલ્હી મેટ્રો પોલીસે આવી જ એક હાઈપ્રોફાઈલ મહિલા ચોરની ધરપકડ કરી છે જે વ્યવસાયે પેરામેડિકલ ટીચર છે. તે એક્સ-રે મશીનમાંથી મુસાફરોનો સામાન ચોરી કરતી હતી. પરંતુ પોલીસે મેટ્રો કાર્ડ અને સીસીટીવીની મદદથી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

છેલ્લા ઘણા સમયથી દિલ્હી મેટ્રોમાં એક્સ-રે મશીનથી ચેકિંગ દરમિયાન સામાનની ચોરીની ફરિયાદો ઉઠી હતી. મોટાભાગની ઘટનાઓ ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન અને રિથાલા મેટ્રો સ્ટેશનની છે. આ માટે સ્પેશિયલ સ્ટાફના ઈન્સ્પેક્ટર અજય કુમારના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી, ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે ચોરી કરનાર એક મહિલા છે.

(પ્રતીકાત્મક તસવીર)

મહિલાને પકડવા માટે પોલીસે 20 દિવસ સુધી તમામ મેટ્રો સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ત્યાંથી જાણવા મળ્યું કે મહિલા ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન પર આવી અને  ઘટનાને અંજામ આપ્યો. ત્યારબાદ મહિલાના મેટ્રો કાર્ડ પંચિંગમાંથી તેના રૂટની માહિતી પણ કાઢવામાં આવી હતી. પોલીસે મહિલાને પકડવા માટે છટકું ગોઠવ્યું અને મહિલા ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન પર પહોંચી કે તરત જ સીસીટીવીમાં દેખાતી મહિલાનો ચહેરો મેચ થઈ ગયો.

(પ્રતીકાત્મક તસવીર)

પરંતુ મહિલાનું ડ્રેસિંગ એટલું હાઈફાઈ હતું કે તેના પર શંકા કરવી મુશ્કેલ બની રહી હતી. પોલીસે મહિલાને પકડીને પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસનું કહેવું છે કે તેની ધરપકડથી ઘણા કેસ ઉકેલાયા છે. આરોપી મહિલા વ્યવસાયે પેરામેડિકલ ટીચર છે. જેમની પાસેથી ચોરાયેલી સોનાની વસ્તુઓ, મેટ્રો કાર્ડ, એટીએમ કાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે.