બિકિની પહેરી દિલ્લી મેટ્રોમાં સફર કરી રહેલી છોકરીનો સામે આવ્યો હદથી વધારે બોલ્ડ અવતાર, જોઈ લેજો વીડિયો નવરા હોય ત્યારે

મેટ્રોમાં બેશરમ થઈને બ્રા અને ટૂંકું સ્કર્ટ પહેરી ફરવાવાળી 19 વર્ષની છોકરી વિશે જાણીને હોંશ ઉડી જશે, માં-બાપ આને પરમિશન કેમ આપતા હશે? જુઓ વીડિયો

દિલ્હી મેટ્રોમાં બિકી પહેરવાને લઇને ચર્ચામાં આવેલી યુવતીનો વીડિયો વાયરલ થતા જ તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઇ છે, તેનું નામ રિધમ ચન્ના છે. જ્યારે રિધમ મેટ્રોમાં બ્રા અને મિની સ્કર્ટ પહેરીને પહોંચી તો ટ્રેનની અંદરના લોકો તેને જોતા જ રહી ગયા હતા. આ પછી તેનો વીડિયો કોઇએ કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો અને તે હેડલાઇન્સમાં આવી ગઇ.

રિધમ અનુસાર, તે પંજાબના એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે અને તેના પરિવારના સભ્યોને તેનો લુક બિલકુલ પસંદ નથી. તેના ટૂંકા કપડાને કારણે પરિવાર પરેશાન છે. તેણે પોતે જાણ કરી છે કે તેને પરિવારના સભ્યો અને તેના પડોશીઓ પસંદ નથી કરતા કારણ કે તે પોતાની મરજીના ટૂંકા કપડા પહેરે છે.

19 વર્ષની રિધમ મોડલ બનવા માંગે છે, તેથી પરિવારના પ્રતિબંધોને બાયપાસ કરીને તેણે નક્કી કર્યું કે તે હવે તેના સપના માટે પોતાની શરતો પર જીવશે. રિધમ એક્ટિંગ સ્કૂલમાં કોર્સ પણ કરી રહી છે અને તેને લાગે છે કે તે ટૂંક સમયમાં જ મોડેલ બનશે. તે નાના કપડાને પોતાની જાતને વ્યક્ત કરવાનું સાધન માને છે.

તેણે જણાવ્યું કે તે ઘણા દિવસોથી દિલ્હી મેટ્રોમાં આ રીતે મુસાફરી કરી રહી છે પરંતુ તેને માત્ર પિંક લાઇનમાં જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. શું તે ઉર્ફી જાવેદથી પ્રભાવિત થઈને આવા કપડાં પહેરે છે ? આ સવાલના જવાબમાં તેણે સ્પષ્ટ કહ્યું કે તેના કપડાં અને સ્ટાઇલને ઉર્ફી જાવેદ સાથે કોઈ લેવાદેવા નથી. તે કહે છે કે તે તેની પસંદગી મુજબ આવા કપડાં પહેરે છે.

શું તે લોકોનું ધ્યાન ખેંચવા અને વાયરલ થવા માટે આ બધું કરી રહી છે? આના પર રિધમનું કહેવું છે કે તે પોતાની પસંદના કપડાં પહેરે છે અને તે વાયરલ થવા માટે આવું કરતી નથી. તે કહે છે કે તેને આવા કપડામાં જોઈને લોકો શું કહે છે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. રિધમ ચન્ના પંજાબના ફતેહગઢ સાહિબ શહેરની રહેવાસી છે.

દિલ્હીમાં બોલ્ડ કપડાં પહેરીને ફરવું એ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, શું તમે તમારી સુરક્ષા વિશે ડરતા નથી…? આ સવાલના જવાબમાં રિધમ ચન્નાએ કહ્યું, ‘મેં આવી કોઈ સમસ્યાનો સામનો કર્યો નથી. જે લોકો મારા પર કોમેન્ટ કરે છે, હું તેમને નજરઅંદાજ કરું છું.

Shah Jina