ખબર

દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું આજે પ્રધાનમંત્રી મોદીએ કર્યું ઉદ્દઘાટન, આટલી છે ખાસિયતો

ભારત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે તેમાં કોઈ શંકા નથી, જેનું ઉદાહરણ આજે જ દિલ્હીમાંથી જોવા મળ્યું. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. આજે 11 વાગે આ મેટ્રો ટ્રેનનું લોકાપર્ણ કરવામાં આવ્યું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

પહેલા ચરણની અંદર ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન મજેન્ટા લાઈન ઉપર જનકપુરી પશ્ચિમથી નોઈડા બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે. જેને થોડા સમય બાદ આગળ વધારવામાં આવશે.

Image Source

વર્ષ 2021માં પિન્ક લાઈનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ મેટ્રોને આગળ વધારવાનું આયોજન છે. જે મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીનું અંતર પૂર્ણ કરશે.

Image Source

ડ્રાઈવરલેસ ટ્રેનમાં 6 કોચ છે. આ ટ્રેનની અંદર 2,280 યાત્રિકો એકસાથે સફર કરી શકશે. આ ટ્રેનના દરેક કોચની અંદર 380 યાત્રીઓ બેસી શકશે. ડ્રાઈવર વગર ચાલનારી આ આ ટ્રેન સંપૂર્ણ રીતે સ્વચલિત હશે અને તેમાં માનવીય હસ્તક્ષેપની જરૂર નહીં હોય. આ ટ્રેનમાં દુર્ઘટનાની આશંકા પણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

ખાસ વાત એ છે કે આ ડ્રાઇવરલેસ ટ્રેનની સિસ્ટમ એટલી પાવરફુલ છે કે બે ટ્રેનો એકસાથે એક જ ટ્રેક ઉપર આવી જશે તો પણ નિશ્ચિત અંતરે તે રોકાઈ  જશે, તેમજ ઝટકા પણ નહિ લાગે.