બાળક થાય એ માટે મન્નત લઇ દિલ્લીથી માં વૈષ્ણો દેવી ગયુ હતુ કપલ, પતિને આતંકવાદીઓએ મારી નાખ્યો- પત્ની જીવન મરણ વચ્ચે ખાઇ રહી છે ઝોલા

હે રામ, બાળક થાય એ માટે માનતા કેવા વૈષ્ણો દેવી ગયુ હતુ કપલ, પતિને આતંકવાદીઓએ મારી નાખ્યો, જુઓ તસવીરો

જમ્મુ અને કાશ્મીરમાં જે બસ પર હુમલો થયો હતો તે બસમાં મુસાફરી કરી રહેલા 21 વર્ષીય સૌરવ ગુપ્તાએ અન્ય મુસાફરોને ચેતવણી આપવા માટે શોર મચાવ્યો હતો પણ એક ગોળી તેની ગરદનના પાછળના ભાગમાં વાગી. રવિવારે જમ્મુના રિયાસીમાં એક બસ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓમાં સૌરવ પણ સામેલ હતો.

સૌરવના પિતા અને પરિવારના અન્ય સભ્યો મૃતદેહને એમ્બ્યુલન્સમાં દિલ્હી લાવ્યા હતા. જમ્મુના શિવખોડી ધામ પાસે રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મંડોલી સ્થિત મિલન ગાર્ડનના રહેવાસી સૌરવ ગુપ્તાનો મૃતદેહ મંગળવારે સવારે ઘરે પહોંચ્યો હતો. હુમલામાં ઘાયલ તેમની પત્ની શિવાનીને પણ જમ્મુથી દિલ્હી લાવવામાં આવી છે. સૌરવ તેની પત્ની શિવાની ગુપ્તા સાથે જમ્મુના વૈષ્ણોદેવી મંદિરમાં બાળકના જન્મની પ્રાર્થના કરવા ગયો હતો.

બે વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાનાર આ દંપતી એ જ દિવસે ઘરે પરત ફરવાના હતા. સૌરવના કાકાએ જણાવ્યું કે, “શિવાનીએ તેના પતિને આંખો સામે મરતા જોયા, તે બેભાન છે. જ્યારે આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો ત્યારે સૌરવ ડ્રાઈવરની પાછળની વિન્ડો સીટ પર બેઠો હતો. જેવું ફાયરિંગ શરૂ થયુ કે તેણે શોર મચાવ્યો, પણ તેને ગરદનના પાછળના ભાગમાં ગોળી વાગી કારણ કે તે બારી પાસે બેઠો હતો.

શિવાની આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગઈ હતી, પરંતુ બસ ખાઈમાં પડી જતાં તેને પગ અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણ વર્ષની ઉંમરે માતા ગુમાવનાર સૌરવના પરિવારમાં તેની પત્ની, પિતા અને એક નાનો ભાઈ છે. સૌરવનો નાનો ભાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. સૌરવ ગાંધી નગર વિસ્તારમાં એક એક્સપોર્ટ હાઉસમાં નોકરી કરતો હતો.

Shah Jina