હરિયાણાથી આરોપીને પકડી ગુજરાતમાં લાવી રહેલા ભાવનગરના ચાર પોલીસ જવાનોને નડ્યો અકસ્માત, ઝાડ સાથે અથડાતા ગાડીના કચ્ચરઘાણ નીકળ્યા

દેશભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, આવા અકસ્માતની અંદર ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક એવા જ દુઃખદ અકસ્માતની ખબર સામે આવી છે જેમાં ભાવનગર પોલીસના ચાર પોલીસકર્મીઓ એક ગમખ્વાર અકસ્માતમાં શહીદ થયા છે. આ ઘટનાને લઈને પોલીસ પરિવારમાં દુઃખનો માહોલ ફરી વળ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર પોલીસના ચાર જવાન હરિયાણાથી એક આરોપીને લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે જયપુર દિલ્હી નેશનલ હાઇવે ઉપર શાહપુરામાં ભાબરુ નજીક રાત્રે 2 વાગ્યાની આસ્પા તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતીમ જેમાં ચારેય પોલીસ જવાન સાથે આરોપીનું પણ મોત નીપજ્યું હતું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ભાવનગર પોલીસના ચાર જવાનો શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. ત્યારે અચાનક ગાડી ઉપરનો કાબુ ગુમવાતા તેમની કાર ઝાડ સાથે અથડાઈ હતી, અને ગાડીનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ ઘટના બાદ પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ભાવનગર પોલીસના જવાનો હોવાનું સામે આવ્યું હતું.

Niraj Patel