AIIMS, સફરગંજ, RML, LNJP… બાળકને કયાંય ના કર્યો એડમિટ, ઓક્સીજન ખત્મ થવા પર એમ્બ્યુલસમાં ગયો જીવ

દેશની રાજધાની દિલ્લીમાં સરકારી હોસ્પિટલોની એક ડરાવની તસવીર સામે આવી છે. ત્યાં ડોકટરો પર કથિત રીતે લાપરવાહીનો આરોપ લાગ્યો છે. રીપોર્ટ અનુસાર, એક અઢી વર્ષના બાળકના પરિવારજન દિલ્લીના બધા મોટા હોસ્પિટલમાં ગયા, પરંતુ તેને સારવાર મળી નહિ.

મજનૂના ટીલા વિસ્તારના રહેવાસી દંપતિનું એક અઢી વર્ષનુ બાળક ઘરના ચોથા માળેથી અચાનક પડી ગયુ હતુ. તરત જ તેના માતા-પિતા તેને સિવિલ લાઇન સ્થિત ટ્રોમા સેન્ટરમાં લઇ ગયા હતા. જયાં ડોક્ટર્સની ટીમે 10 મિનિટ સુધી તેની સારવાર કરી અને કે બાદ તેને એમ્સ ટ્રોમા સેન્ટર રેફર કરવામાં આવ્યો. તેમણે એવું કહ્યુ હતુ કે, તેમની પાસે વેન્ટીલેટર નથી.

પ્રતિકાત્મક તસવીર

માતા-પિતા એમ્બ્યુલસમાં અઢી વર્ષના માસૂમ બાળકને લઇને પહેલા સફરગંજ હોસ્પિટલ લઇ ગયા. ત્યાં ડોકટર બાળકના માતા-પિતાને આમ તેમ ફેરવતા રહ્યા અને આખરે કહ્યુ કે અહીં બેડ ખાલી નથી અને એમ્સ જવા કહ્યુ. પરેશાન માતા-પિતા બાળકને લઇને એમ્સ પહોંચ્યા તો ડોકટરોએ બેડ ખાલી ન હોવાનો હવાલો આપ્યો અને એમ્સ ટ્રોમા સેન્ટર મોકલી દીધા.

દેશની રાજધાનીમાં 6 કલાક સુધી પરિવારજન બાળકની સારવાર માટે એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ સુધી ફરતા રહ્યા પરંતુ બાળકને સારવાર ન મળી. આખરે એમ્બ્યુલસમાં ઓક્સીજન ખત્મ થવા પર તેની મોત થઇ ગઇ.

Shah Jina