પાડોશીએ પહેલા વૃદ્ધ મહિલા સાથે કર્યો બળાત્કાર, પછી ગળુ કાપી દીધુ, 25 વખત ચપ્પાથી કર્યો વાર, ચોંકાવનારુ છે કારણ

નરાધમ પાડોશીએ મહિલા સાથે બળાત્કાર અને ચપ્પુથી વાર કર્યા પછી વધુ એક ખતરનાક કામ કર્યું, જાણીને ચીતરી ચડશે

દિલ્લીમાં એક ખૂબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 32 વર્ષના વ્યક્તિએ તેની 62 વર્ષની પાડોશી મહિલા સાથે પહેલા બળત્કાર કર્યો અને પછી ચપ્પુ મારી તેની હત્યા કરી દીધી. તેણે મહિલાને એક કે બે વાર નહિ પરંતુ 25 વખત ચપ્પાથી વાર કરી હત્યા કરી દીધી.

આ કિસ્સો ન્યુ અશોક નગરના દલ્લૂપુરા ગામનો છે. જયાં 66 વર્ષની વૃદ્ધ મહિલા સાથે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આરોપીએ આ હત્યાકાંડ પહેલા તે મહિલા સાથે બળાત્કાર કર્યો અને તે બાદ તેના ગળાને કાંપી નાખ્યુ. તેના પેટ પર 25થી વધારે વખત વાર કર્યા. પૂરુ પેટ ફાટી દીધુ અને બંનેએ પગ પણ કાપવાની કોશિશ કરી.

પોલિસે કહ્યુ કે, તેમને 13 જૂનના રોજ બપોરે લગભગ 3 વાગ્યા આસપાસ અશોકનગર પોલિસ સ્ટેશનમાં ખબર મળી કે એક વૃદ્ધ મહિલાને ધર્મશિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્થાનિક પોલિસ પહોંચી તો પીડિતાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તે દલ્લૂપુરાના પીપલ ચોકની પાસે રહેતા હતા.

પોલિસે મહિલાની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ ચપ્પુ કબજે કરી લીધુ છે. લાંબી પૂછપરછ બાદ આરોપીએ ગુનો પણ કબૂલ કરી લીધો છે. આ મહિલા શાકભાજી વહેંચતી હતી અને તેને લઇને જ બંને વચ્ચે કોઇ બાબતે કહાસુની થઇ ગઇ હતી જે બાદ તે પાડોશીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

Shah Jina