ખબર

ઓક્સિજનની ઉણપ પર દિલ્હી હાઇકોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું, “હજારો લોકો મરી રહ્યા છે અને તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાન્ટ ચલાવવાની છે ?”

હાઈકોર્ટે મોદી સરકારને લગાવી ફટકાર

ઓક્સિજનને લઈને દિલ્લીની હોસ્પિટલોની હાલત ખુબ જ ગંભીર થઇ ચુકી ચધે. સ્થિતિ એવી બની ગઈ છે કે હવે હોસ્પિટલો એકબીજા સાથે ઝગડવા લાગી છે. ત્યારે કોરોનાના વધી રહેલા કેસ જોતા હવાઈ દિલ્હી હાઇકોર્ટ દ્વારા પણ કેન્દ્રને ફટકાર આપવામાં આવી છે.

ઓક્સિજનના મામલામાં સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકારને ઔદ્યોગિક ઉદ્દેશ્યો માટે ઓક્સિજનની આપૂર્તિને રોકવા માટે જણાવ્યું છે. હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહેવામાં આવ્યું કે તમને ને લઈને અંદાજો કેમ નથી ?કેન્દ્ર ઓક્સિજન જલ્દીમાં જલ્દી હોસ્પિટલમાં મોકલવા માટે રોડ ઉપર ડેડીકેટેડ કોરિડોર બનાવે અને અને જો સંભવ હોય તો ઓક્સિજનને એરલિફ્ટ કરાવે.

હાઇકોર્ટે કહ્યું કે ઓક્સિજન એજ ઈન્ડસ્ટ્રીઓને મળે જે મેડિકલથી જોડાયેલા સામાન બનાવી રહી છે. બાકી સ્ટીલ, પેટ્રોલિયમ જેવી ઇન્ડસ્ટ્રીમાં તરત ઓક્સિજન રોકવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે લોકોને મરવા માટે આ રીતે ના છોડી શકાય. આ બહુ જ ગંભીર મુદ્દો છે. લોકોની જિંદગી તેનો મૌલિક અધિકાર છે. તમે એમનો જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો ?