અદ્દભુત-અજબગજબ ખબર રસપ્રદ વાતો

ભારતની આ સરકારી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે છે. ફોટો જોઈને તમે પણ કહેશો વાહ

હાલના સમયમાં દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે એવી બની ચુકી છે. અને વિદ્યાર્થીઓના પરિણામો પર પણ સકારાત્મક અસર જોવા મળે છે.

દિલ્હીની સરકારી શાળાઓની તસવીરો પહેલા પણ વાયરલ થઇ આવી છે અને થોડા સમાય પહેલા પણ વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયા પર આ શાળાઓની સરખામણી ખાનગી શાળાઓ સાથે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી દિલ્હીની સરકારી શાળાઓની તસ્વીરોને જોઈને જરાક પણ ન લાગે કે આ સરકારી શાળા છે.

Image Source

દિલ્હીની સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓની જેમ જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. દિલ્હીના એક હજારથી વધુ સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોને અત્યાર સુધીમાં પ્રશિક્ષણ માટે સિંગાપોર અને ફિનલેન્ડ મોકલવામાં આવી ચુક્યા છે.

Image Source

દિલ્હીની મોટેભાગની સરકારી શાળાઓની દિવાલોનું રંગ-રોગાન થઇ ચૂક્યું છે. અને તેની રચના કોઈ ખાનગી શાળાઓ કરતા ઓછી નથી. સાથે જ તેમના અભ્યાસક્રમમાં પણ અબદલાવ થયો છે. દિલ્હીની સરકારી શાળાના 40 અધ્યાપકો અને શિક્ષાવિદોની એક ટીમે લગભગ 6 મહિનામાં જ હેપ્પીનેસ કરીક્યુલમ બનાવ્યું છે.

Image Source

આ અભ્યાસક્રમ સિવાય, નર્સરીથી લઈને 7 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનો હેપ્પીનેસ પિરિયડ હશે, જેમાં યોગ, કથાવાચન, પ્રશ્નોત્તરી સત્ર, મૂલ્ય શિક્ષા અને માનસિક કસરતો પણ સામેલ છે. દિલ્હી સરકારે બ્રિટિશ કાઉન્સિલ સાથે એમઓયુ પણ કર્યા હતા, જેના માધ્યમથી હવે યુવાઓના સ્કિલ ડેવલોપમેન્ટ અને કલા-સંસ્કૃતિમાં સહોયગને લઈને પણ કામ કરવામાં આવશે.

Image Source

સરકારી શાળાઓ અત્યાર સુધી ખરાબ અને જૂની પદ્ધતિ માટે બદનામ રહી છે. પરંતુ આ પ્રશિક્ષણથી શિક્ષકોના શિક્ષણ કૌશલ્યમાં વિકાસ થયો છે અને તેઓ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં અધ્યયન અનુસંધાનથી રૂબરૂ થયા છે.

Image Source

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, દિલ્હીની સરકારી શાળાઓમાં આ પ્રકારના 8000થી વધુ નવા વર્ગો બનાવાઈ ચુક્યા છે, 11000નું નિર્માણ કામ શરુ થઇ રહ્યું છે અને 1000 માટે ટેન્ડર કરવામાં આવી ચુક્યા છે.

Image Source

દિલ્હી સરકારે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે એલુમની મીટ પણ કરવી હતી. જેમાં 1961 પછીથી શક્તિનગરની સરકારી શાળામાંથી પાસ થયેલા પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Image Source

દિલ્હી સરકારે આ બાબતે કહ્યું હતું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય પર કરવામાં આવતા ધનને ખર્ચ નહિ પરંતુ આવનારી પેઢીઓના ભલા માટે કરવામાં આવતું રોકાણ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.