વડોદરામાં દાંડિયા બજારમાં આવેલી રાજધાની હોટલમાં દિલ્લીની સુંદર મોડેલને લલચાવીને બોલાવી અને પછી…જાણો સમગ્ર વિગત
ઘણી છોકરીઓનું સપનું હોય છે કે તે અભિએન્ટ્રી બને, પરંતુ અભિનેત્રી બનવું પણ કઈ સહેલું નથી હોતું, ઈન્ડસ્ટ્રીમાંથી કાસ્ટિંગ કાઉચને લઈને ઘણા ખુલાસો થતા જોવા મળે છે, ત્યારે સામાન્ય છોકરીઓ સાથે પણ ઘણા લોકો છેતરપીંડી કરતા જોવા મળે છે. યુવતીઓને સિરિયલ અને ફિલ્મોમાં કામ આપવાના વાયદાઓ કરી અને તેમની સાથે દુષ્કર્મ પણ આચરતા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આવો જ એક કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે, જ્યાં એક દિલ્હીની યુવતીને સીરિયલમાં કામ આપવાનો વાયદો કર્યા બાદ તેને વડોદરા બોલાવી હોટલમાં લઇ જઈ તેના બીભત્સ ફોટા પાડ્યા હતા, અને તેના બાદ તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાનું યુવતીએ ફરિયાદમાં નોંધાવ્યું છે. આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર દિલ્હીની એક યુવતીને વડોદરાના રાજ મિશ્રા નામના યુવકે ફેસબુક ઉપર ફ્રેન્ડ બન્યા બાદ મોડેલિંગ માટે ઓફર કરી હતી, તેના માટે 1500 હજાર રૂપિયા પણ આપવાનું જણાવ્યું હતું,
યુવતીએ 12000 રૂપિયા જમા કરાવ્યા હતા જેના બાદ તેને વડોદરા બોલાવવામાં આવી હતી. વડોદરાની રાજધાની હોટલમાં તેને એક રૂમ આપવામાં આવ્યો ત્યાં રાજ મિશ્રા આવ્યો હતો અને તેની પાસે બીજા 52 હજાર માંગતા યુવતીએ 25 હજાર આપ્યા હતા. જેના બાદ રાજ મિશ્રાએ તેને કપડાં વગર ફોટો પડાવવા માટે જણાવ્યું હતું, યુવતીએ ના પાડતા અન્ય યુવતીઓના ફોટોગ્રાફ બતાવતા તે રાજી થઇ હતી જેના બાદ રાજે તેની સાથે અડપલાં કરી અને દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને ના કહેવાનું પણ જણાવ્યું હતું. જેના બાદ યુવતી રાત હોટલમાં રહીને બીજા દિવસે પિતરાઈ ભાઈના ઘરે જઈને સીધી દિલ્હી ચાલી ગઈ હતી.
દિલ્હી ગયા બાદ પણ યુવતીને રાજ મિશ્રા, આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠી તેને 50 હજાર રૂપિયા જમા કરાવવા અને ના કરાવ્યા તો તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા હતા જેના બાદ યુવતીએ કંટાળીને દિલ્હી સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ચોંકાવનારી વાત સામે આવી કે, આકાંક્ષા વર્મા, હંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રા એક જ વ્યક્તિ છે. આનું સાચું નામ રજનીશ મિશ્રા પૃથ્વીરાજ મિશ્રા રહેવાસી જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસ હવે તેને શોધી રહી છે.