ખબર

આખરે કોર્ટે આપ્યો ફાંસીનો ફરી ચુકાદો, 22 જાન્યુઆરી નહિ પણ આ તારીખે અપાશે

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસમાં ચાર દોષિતો સામે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. જે મુજબ 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ચારેય દોષીઓને ફાંસી આપવામાં આવશે. આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાના ગુનેગાર મુકેશ કુમારની દયા અરજી નામંજૂર કરી હતી. દોષી મુકેશે મંગળવારે સાંજે રાષ્ટ્રપતિને અરજી મોકલી હતી. શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા મુકેશની દયા અરજી નામંજૂર કરવામાં આવી છે.

Image Source

કોર્ટ આ કેસમાં ફાંસીની સજા પામેલા મુકેશની દયા અરજી પર સુનાવણી કરી રહી હતી. આમાં તેમણે ફાંસી માટે નક્કી કરેલી 22 જાન્યુઆરીની તારીખ મુલતવી રાખવા વિનંતી કરી હતી. આ સુનાવણી દરમ્યાન નિર્ભયાની માએ ભાવુક થઈને નિવેદન આપ્યું હતું. તેમને ફાંસીની તારીખમાં ફેરફાર થયા પછી કહ્યું હતું કે ગુનેગાર જે ઇચ્છતો હતો તે થઈ રહ્યું છે. તારીખ પર તરીકે, તારીખ પર તારીખ જ મળી રહી છે. આપણી સિસ્ટમ જ એવી છે કે જ્યાં ફક્ત દોષિતોની વાત જ સાંભળવામાં આવે છે.

Image Source

બે દોષિત મુકેશ અને વિનયની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે 14 જાન્યુઆરીએ નામંજૂર કરી હતી. દોષી મુકેશે તે જ દિવસે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી હતી, જેને શુક્રવારે રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. મુકેશે ડેથ વૉરંટ રદ કરવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને નીચલી અદાલતમાં અરજી દાખલ કરવા જણાવ્યું હતું. દોષિતે નીચલી અદાલતમાં અરજી કરી હતી, જેના આધારે ન્યાયાધીશે તિહાર જેલ પ્રશાસન પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

Image Source

કડક સુરક્ષા અને સીસીટીવી કેમેરાની દેખરેખ હોવા છતાં નિર્ભયાના દોષી વિનય શર્માએ તિહાર જેલમાં ફાંસી લગાવીને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. જેલના સૂત્રો અને વિનયના વકીલ એપી સિંહે દાવો કર્યો હતો કે બુધવારે સવારે આ ઘટના બની હતી. સુરક્ષા કર્મીઓએ સમયસર તેને બચાવી લીધો. જોકે, જેલના મહાનિદેશક સંદીપ ગોયલે આવી કોઈ ઘટનાને નકારી છે.

Image Source

જણાવી દઇએ કે 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયા પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની પર નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવના 13 દિવસ બાદ સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.