દિલ્હીની વધુ એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. બુધવારે લાજપત નગરમાં આવેલી આંખની હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાંથી આગની લપટો અને ધુમાડાને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 15થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, લાજપત નગર સ્થિત આંખની હોસ્પિટલમાં સવારે 11:30 વાગ્યે આગ લાગી હતી. આ વિનોબા પુરી મેટ્રો સ્ટેશન પાસે આવેલી આંખની હોસ્પિટલ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

આગ કેવી રીતે લાગી તેની હાલ કોઈ માહિતી સામે આવી શકી નથી. આગના કારણે કાલકાજીથી કેપ્ટન ગૌર માર્ગથી લાજપત નગર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને મથુરા રોડ તરફ ડાયવર્ટ કરાયો છે. 26 મેના રોજ બેબી કેર ખાતે થયેલ અગ્નિકાંડ 7 શિશુઓના મોત થયા હતા.

બે દિવસ પછી એટલે કે 28 મેના રોજ પશ્ચિમ વિહારમાં આંખની હોસ્પિટલમાં આગ લાગી હતી. આઈ મંત્ર હોસ્પિટલના બીજા માળે આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વિવેક વિહારની ઘટના બાદ દિલ્હી સરકારે તમામ હોસ્પિટલોના ફાયર ઓડિટનો આદેશ આપ્યો હતો.
#WATCH | Delhi: Fire broke out at Eye7 Chaudhary Eye Centre in South Delhi’s Lajpat Nagar. 16 fire tenders at the spot. Firefighting operation underway. https://t.co/feRCIDBTsk pic.twitter.com/UP5xDrOdCg
— ANI (@ANI) June 5, 2024
