ખબર

દિલ્હી : અનાજ માર્કેટમાં ભીષણ આગ લાગી, 42થી વધુ લોકોના મોત, 56થી વધારે લોકોને બચાવાયા

દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારના ઝાંસી રોડ પર આવેલા અનાજના માર્કેટમાં આગ લાગવાની દુર્ઘટના બની છે. જેમાં 42 લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. આગ કાબુ મેળવી લીધો પરંતુ હજું કેટલાક લોકો અંદર ફયાસા છે. અત્યાર સુધી 55 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 42 લોકોના મોત થયા છે.હાલમાં રેસક્યૂ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ અનાજના માર્કેટમાં એક બિલ્ડિંગમાં આગ એટલી ભયંકર હતી કે આગ પર કાબૂ મેળવવા માટે 30 ફાયર એંજીન પહોંચ્યા હતા. ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે હોસ્પિટલ દ્વારા 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આ આગમાં અત્યાર સુધીમાં 56 થી વધુ લોકોનો બચાવ થયો તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ આગમાં ઘણા લોકો 50 ટકાથી વધુ બળી ગયા આ ઉપરાંત ઘાયલોને 4 જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ ચીફ ફાયરએ જણાવ્યું હતું કે આ વિસ્તાર તદ્દન ભીડભાડ વાળો છે કેટલાક લોકો હજી પણ ફસાયા છે. આ કેસમાં આગ લાગવાના કારણો હજુ જાણવા મળ્યા નથી રાહત અને બચાવ કામગીરી ચાલુ જ છે.
दिल्ली, आग

પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.🙏ૐ શાંતિ..શાંતિ..શાંતિ..🙏