સાથી કોન્સ્ટેબલે જ ગળું દબાવીને મારી નાખી મહિલા કોન્સ્ટેબલને, નાળામાં ફેંકી લાશ, ફેક કોલથી બનાવી સ્ટોરી, 2 વર્ષ બાદ મળ્યું હાડપિંજર, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

દિલ્હી પોલીસની મહિલા કોસ્ટેબલની હત્યામાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ, 2 વર્ષ પછી મળ્યું હાડપિંજર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Delhi Female Constable Mona Murder Mystery : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલો સામે આવી રહ્યા છે, ઘણીવાર તો મહિના  કે 1-2 વર્ષ પહેલા થયેલી હત્યાઓના ભેદ પણ ઉકેલાતા ચકચારી મચી જતી હોય છે. ત્યારે હાલ એક એવી જ હત્યાનો પર્દાફાશ થયો છે. જેમાં એક મહિલા કોસ્ટેબલની હત્યાનો ભેદ 2 વર્ષ બાદ ઉકેલાયો. આ મહિલા કોન્સ્ટેબલ પહેલા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ, બાદમાં યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી થઈ. રાજીનામું આપ્યું અને દિલ્હીના મુખર્જી નગરમાં યુપીએસસીની તૈયારી કરી અને અચાનક ગાયબ થઈ ગઈ.

2 વર્ષ પછી મળ્યું હાડપિંજર :

બે વર્ષ પછી રહસ્ય ખુલ્યું અને ખબર પડી કે આ છોકરી આ દુનિયામાં નથી. માત્ર એક હાડપિંજર મળ્યું. તેના પણ કેટલાક સપના હતા, કંઈક હાંસલ કરવાની ઈચ્છા હતી, જે તેના પાર્ટનર દ્વારા તેના શરીર સાથે એક જ ઝાટકે નાશ પામી હતી. સાથી આરોપીએ તેના સાળા અને તેના મિત્ર સાથે મળીને પહેલા યુવતીને ગાયબ કરી અને બાદમાં તેની હત્યા કરી લાશને નાળામાં પથ્થરો નીચે છુપાવી દીધી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સાથી કોન્સ્ટેબલે કરી હત્યા :

આરોપી હેડ કોન્સ્ટેબલની ઓળખ અલીપુરના રહેવાસી 42 વર્ષીય સુરેન્દ્ર સિંહ રાણા, હરિયાણાના ઝજ્જર ગામનો રહેવાસી તેના સાળા રવિન (26) અને તેના મિત્ર રાજપાલ (33) તરીકે થઈ છે. સુરેન્દ્રના કહેવા પર ક્રાઈમ બ્રાન્ચે બુરારી વિસ્તારમાં એક નાળામાંથી લેડી કોન્સ્ટેબલનું હાડપિંજર કબજે કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે રિકવર થયેલા હાડપિંજરને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યું છે જેથી માતાના ડીએનએ સેમ્પલ લઈ શકાય અને મેચ થઈ શકે.

ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી તપાસ :

ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સીપી રવીન્દ્ર સિંહ યાદવના જણાવ્યા અનુસાર, બુલંદશહરની રહેવાસી 28 વર્ષીય યુવતીની બે વર્ષ પહેલા મુખર્જી નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પીજીમાં રહીને તે યુપીએસસીની તૈયારી કરી રહી હતી. યુવતીના પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મોનિકા યાદવ 2014માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. તે પીસીઆરમાં ફરજ બજાવતી હતી. આ દરમિયાન, તે યુપીમાં સબ ઇન્સ્પેક્ટર માટે પસંદ થઇ.

UPSCની તૈયારી કરતી હતી :

તેણીએ 2020 માં દિલ્હી પોલીસમાંથી રાજીનામું આપ્યું અને મુખર્જી નગરમાં યુપીએસસીની તૈયારી શરૂ કરી. પરંતુ, તે થોડા દિવસો પછી ગાયબ થઈ ગઈ. મુખરજી નગર પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દરમિયાન પરિવારજનો પોલીસ કમિશનર સંજય અરોરાને મળ્યા હતા. બે મહિના પહેલા આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પરિવારજનોએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે ગુમ થયા બાદ પરિવારને અરવિંદ નામના યુવકના અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. તે કહેતો હતો કે તેણે છોકરી સાથે લગ્ન કરી લીધા છે.

પોલીસે આરોપીઓને ઝડપ્યા :

ટીમે પહેલા તે નંબરો ટ્રેસ કર્યા. આ સિમ નકલી આઈડી પર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેના પર રાજપાલ નામના યુવકનો ફોટો હતો. રાજપાલ રવિનનો મિત્ર હતો, જે હવાલદાર સુરેન્દ્ર સિંહ રાણાનો સાળો હતો, જે યુવતીના પરિવારની નજીક હતો. રાજપાલની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે રવિનનું નામ લીધું. રવિને પૂછપરછ દરમિયાન તમામ રહસ્યો ખોલી નાખ્યા હતા. તેણે જણાવ્યું કે તેના સાળા સુરેન્દ્રએ યુવતીની હત્યા કરી લાશ ગાયબ કરી દીધી હતી. સુરેન્દ્રને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓએ શનિવારે બુરારી વિસ્તારના નાળામાંથી યુવતીનું હાડપિંજર મેળવ્યું હતું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel