શું તમને ખબર છે આ બજારમાં મળે છે 20 રૂપિયામાં સાડી અને 60 રૂપિયામાં ચણિયાચોળી…આજે જ કરો વિઝિટ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

શોપિંગના મામલે દિલ્હીના બજારોનો કોઈ જવાબ નથી. ઘરની જરૂરી ચીજવસ્તુઓથી લઈને મોંઘા લહેંગા સુધી…અહીં ખૂબ જ વ્યાજબી કરતા પણ ઓછા ભાવે ઉપલબ્ધ હોય છે. વાસ્તવમાં, આમ તો દિલ્હીમાં દરરોજ એક બજાર ભરાય છે, જ્યાં તમામ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. પરંતુ અહીંનું મંગળવારનું બજાર ઘણું પ્રખ્યાત છે. રસપ્રદ વાત એ છે કે મંગળબજાર અહીં એક નહીં પરંતુ મંગળવારે ત્રણ જગ્યાએ ભરાય છે, જ્યાં સાંજ પડતાં જ મોટી ભીડ એકઠી થઇ જાય છે. જો તમે દિલ્હી જઈ રહ્યા છો, તો તમારે આ મંગલ બજારોમાં ખરીદીની મજા લેવી જોઈએ.

નોઈડા સેક્ટર-2
નોઈડાના સેક્ટર 2માં દર મંગળવારે મંગલ બજાર ભરાય છે. અહીં તમને તમારી રોજિંદી જરૂરિયાતો સરળતાથી મળી જશે. આ સિવાય કપડાંથી લઈને શૂઝ, સ્ટેશનરી, કિચન વેરની દરેક વસ્તુ પણ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

તિલક નગર મંગલ બજાર
તિલક નગરનું મંગલ બજાર પશ્ચિમ દિલ્હીની મહિલાઓની પહેલી પસંદ છે. અહીં પોકેટ ફ્રેન્ડલી કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તા મળશે. લેટેસ્ટ ડિઝાઈનના કપડાંથી લઈને શૂઝ સુધીની ખરીદી કરવાનો મોકો મળશે. સારી વાત એ છે કે અહીં ઉપલબ્ધ વસ્તુઓની કિંમત બહુ વધારે નથી, તેથી તમે તમારા બજેટમાં પણ સારી ખરીદી કરી શકશો.

નોઈડા સેક્ટર 26 મંગલ બજાર
નોઈડા સેક્ટર 26નું મંગળવારનું બજાર અહીંના લોકો માટે સ્વર્ગ સમાન છે. મંગળવારે આ બજારમાં ખૂબ ભીડ હોય છે. સૌથી સારી વાત એ છે કે તમે તમારા બજેટ પ્રમાણે અહીંથી સારી ખરીદી કરી શકો છો. અહીં તમને 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના ઘણા ડિઝાઈનર કપડાં મળશે, જે તમને ભાગ્યે જ કોઈ અન્ય માર્કેટમાં મળશે.

લક્ષ્મી નગરનું મંગલ બજાર
લક્ષ્મી નગરમાં આવેલ મંગલ બજાર ખૂબ પ્રખ્યાત છે. સસ્તા ભાવે સારી ગુણવત્તાનો માલ ખરીદવાનો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં કપડાં, ક્રોકરી, અન્ય ઘરવપરાશની ચીજવસ્તુઓ માત્ર સસ્તી જ નથી મળતી પરંતુ ઘણી વેરાયટી પણ જોવા મળે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina