એક્સ બોયફ્રેન્ડે 22 વર્ષની છોકરીને ઘરની બહાર બોલાવી અને પછી ચાકુથી… CCTVમાં પૂરી ઘટના કેદ

દેશની રાજધાની દિલ્હીના દ્વારકા જિલ્લામાં એક છોકરીની હત્યાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યાં પૂર્વ બોયફ્રેન્ડે પહેલા યુવતીને મળવા માટે ઘરની બહાર બોલાવી હતી અને પછી તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આરોપી છોકરીનો પાડોશી જણાવવામાં આવી રહ્યો છે. જો કે, આ કેસમાં કોઈ પીસીઆર કોલ કરવામાં આવ્યો ન હતો અને કોઈએ પોલીસમાં ફરિયાદ કરી ન હતી. આ મામલાની તપાસ કર્યા બાદ પોલીસે વીડિયોમાં દેખાતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

જે છોકરીની હત્યા કરવામાં આવી તેનું નામ ડોલી બબ્બર હતું. તે 22 વર્ષની હતી. તે ઓમ વિહાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. આ કેસમાં મુખ્ય આરોપીનું નામ અંકિત ગાબા છે. અન્ય બે લોકો મનીષ અને હિમાંશુ છે. આ હત્યાની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આરોપીએ ડોલીને એક પછી એક સાત વાર ચાકુના ઘા ઝીંક્યા હતા. કહેવાય છે કે ઘટનાની રાત્રે ડોલીને તેના પૂર્વ બોયફ્રેન્ડ અંકિતે તેને મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે ડોલી તેને મળવા પહોંચી ત્યારે આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી ઘણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં ફ્રીલાન્સર તરીકે કામ કરતી હતી. તે મંગળવારે મધ્યરાત્રિએ ઘરની બહાર નીકળી હતી. યુવતીએ તેના પરિવારને કહ્યું કે તે તેના જન્મદિવસની ઉજવણી માટે મિત્રની જગ્યાએ જઈ રહી છે. પરંતુ રાતના 2 વાગ્યાની આસપાસ એક પસાર થતા વ્યક્તિએ જણાવ્યું કે યુવતી ત્રણ યુવકોથી ઘેરાયેલી છે અને તે તેમને ટાળવા માટે અવાજ કરી રહી છે. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતુ.

બીજી તરફ, ડોલીના પરિવારે આ વાતને નકારી છે અને તેઓ કહે છે કે ડોલી અને અંકિત વચ્ચે ક્યારેય મિત્રતા નહોતી. કે અમારી દીકરી તેને પ્રેમ કરતી ન હતી. તેમણે એવું કહ્યુ કે, અંકિત દરરોજ તેની છેડતી કરતો હતો. રસ્તામાં તે તેના પર કમેન્ટ કરતો હતો. જેનાથી તે દુખી હતી, તેમણે અમને ઘણી વખત આરોપીની હરકતો વિશે જણાવ્યું હતું.

Shah Jina