ખબર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી સાથે થઇ ઓનલાઇન છેતરપિંડી, જાણો વિગત

મુખ્યમંત્રીની દીકરી છેતરાઈ ગઈ, પુરી સ્ટોરી વાંચીને અક્કલ કામ નહિ કરે એવું થયું

આજકાલ ઠેર ઠેર ઓનલાઇન છેતરપિંડીના અઢળક કિસ્સાઓ સામે આવે છે. ઘણા લોકો સાથે ઓનલાઇન હજારો લાખો રૂપિયાની છેતરપિંડી થતી હોય છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Image Source

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી જ હવે આ ઓનલાઇન ફ્રોડનો શિકાર બની છે. ઓનલાઇન OLX ઉપર પોતાના જુના સોફા વેચવા જતા તે પોતે જ ઓનલાઇન ફ્રોડનો શિકાર બની ગઈ અને તેના બેંક એકાઉન્ટ માંથી 34000 રૂપિયા ઠગોએ ખેરવી લીધા છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા OLX ઉપર સોફા વેચવા માંગતી હતી. ત્યારે એક વ્યક્તિએ સોફા ખરીદવા માટેની તૈયારી બતાવી. સોદો નક્કી થયા બાદ તે વ્યક્તિએ હર્ષિતાને એક QR કોડ મોકલી તેને સ્કેન કરવા માટેનું કહ્યું. જેવું જ હર્ષિતાએ એ કોડ સ્કેન કર્યો કે તરત જ તેના ખાતામાંથી 34000 રૂપિયા ડેબિટ થઇ ગયા.

Image Source

દિલ્હી પોલીસના અધિકારીનું કહેવું છે કે ફરિયાદ મળવા ઉપર આઇપીસીની સંબંધિત ધારાઓ અંતર્ગત સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે એફઆઈઆરના આધાર ઉપર તપાસ ચાલી રહી છે અને સંદિગ્ધને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઠગ દ્વારા સોદો નક્કી થવા ઉપર હર્શિતાને QR કોડ સ્કેન કરવા માટે કહેવામાં આવ્યું જેના કારણે તે પૈસા તેના એકાઉન્ટમાં મોકલી શકે, પરંતુ જયારે કોડ સ્કેન કર્યો ત્યારે હર્ષિતાના ખાતામાંથી 20000 રૂપિયા કપાઈ ગયા.

Image Source

જયારે હર્ષિતાએ તે ઠગને કહ્યું કે તેના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે ત્યારે તે ઠગ દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂલથી બીજો કોડ મોકલાઈ ગયો છે. માટે બીજીવાર જે કોડ મોકલું તેના ઉપર ટ્રાન્સફર કરે. હર્ષિતાએ તેમ કરતા ફરીવાર બીજા 14000 એકાઉન્ટમાંથી તે ઠગના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા.