ખબર

અરે બાપ રે ! અહીં ફાટ્યો કોરોનાનો રાફડો, 35 ડોક્ટર મળ્યા કોરોના પોઝિટિવ, મોટા ભાગના ડોકટરો લગાવી ચૂક્યા છે વેક્સિનના બંને ડોઝ

દિલ્લીમાં કોરોનાની રફતાર ઝડપથી વધી રહી છે. ગંગારામ હોસ્પિટલ બાદ હવે એમ્સમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. દિલ્લી એમ્સના 35 ડોકટર કોરોના પોઝિટિવ મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, છેલ્લા સપ્તાહમાં તેઓ બધા સંક્રમિત થયા છે. તેમાં જુનિયર, સિનિયર, સ્પેશિયાલિસ્ટ તમામ ડોકટર્સ સામેલ છે. વધારે ને તો માઇલ્ડ સિમટમ છે.

પ્રતિકાત્મક તસવીર

ગંગારામ હોસ્પિટલમાં 37 ડોકટરો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તે મામાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હરકતમાં આવી ગયા છે. તેમણે હોસ્પિટલના ચેરમેન ડો. ડીએસ રાણાને મળવા બોલાવ્યા હતા. મુખ્યમંત્રી હોસ્પિટલ અને સ્વાસ્થ્યકર્મીઓની સ્થિતિનો હવાલો લેશે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, દિલ્લી એમ્સે ઓફલાઇન ઓપીડી રજિસ્ટ્રેશન બંધ કર્યા બાદ હવેથી પહેલાથી નક્કી ઓપરેશન પણ રોકી દીધા છે. માત્ર આપાત સ્થિતિમાં જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવશે. ગયા વર્ષે પણ એમ્સે આવું કર્યુ હતુ જયારે કોરોનાના કેસ વધી રહ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

દિલ્લીમાં ગુરુવારે કોરોનાના 7,437 નવા કેસ સામે આવ્યા હતા, જે આ વર્ષનો સૌથી વધુ આંકડો છે. જયારે 24 લોકોની મોત થઇ હતી. તમને જણાવી દઇએ કે, દિલ્લીમાં કોરોનાના આંકડા ફરી વધી રહ્યા છે. પાંચ દિવસના આધારે સામે આવેલા આંકડા મુંબઇ જેમ નીકળી રહ્યા છે. દિલ્લીમાં 4 એપ્રિલે 4033, 5 એપ્રિલે 3548, 6 એપ્રિલે 5100, 7 એપ્રિલે 5506 અને 8 એપ્રિલે 7437 નવા કેસ સામે આવ્યા હતા.