...
   

AIIMSના ન્યુરો સર્જને કર્યો આપઘાત ! સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો

દિલ્હી AIIMSના ડૉક્ટર અને મૂળ રાજકોટના ન્યુરો સર્જને રવિવારે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પીએમ માટે મોકલી આપ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતક ડો. રાજ ઘોણિયા ન્યુરો સર્જન હતા, અને લગભગ 34 વર્ષના હતા.

પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલુ છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવાઇ રહ્યુ છે કે ડોક્ટર રાજનો પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. રક્ષાબંધનના અવસર પર ડોક્ટરની પત્ની પિયર ગઇ હતી અને ન્યુરો સર્જને દવાનો ઓવરડોઝ પી આપઘાત કરી લીધો. જોકે, મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. એવું પણ સામે આવ્યુ છે કે ડૉ.રાજના લગ્ન 3 વર્ષ પહેલા જ થયા હતા.

પૂછપરછ બાદ પોલીસ જાણી શકશે કે બંને વચ્ચેના સંબંધો કેવા હતા. ગત બપોરે લગભગ 2 વાગ્યે હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરની આત્મહત્યા અંગે પીસીઆર કોલ આવ્યો હતો. તે બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી.મૃતક ડો. રાજ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં એસઆર ન્યુરો સર્જન તરીકે તૈનાત હતા.

ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે આ તેની પોતાની પસંદગી હતી અને તેણે કોઈ પર આક્ષેપ કર્યો નથી. સ્થળ પરથી કેટલીક દવાની બોટલો અને સિરીંજ પણ મળી આવી હતી. પત્ની સવારથી જ પતિને ફોન કરી રહી હતી, પણ ફોન ઊપડતો નહોતો, જેથી તેણે તપાસ માટે નજીકમાં રહેતા અન્ય ડોક્ટરને જાણ કરી અને બાદમાં તેમણે પોલીસને જાણ કરી.

Shah Jina