બોમ્બની જેમ ફાટ્યો હતો આ કંપનીનો નવો ફોન, વકીલ સાહેબનું પેન્ટ અને કાનની જે હાલત થઇ એ જોઈને ધ્રુજી જશો

હે ભગવાન…વકીલના પેન્ટમાં ફાટ્યો આ કંપનીનો ફોન, તમારી પાસે આ ફોન તો નથી ને? જલ્દી વાંચો

વનપ્લસ નોર્ડ સીરિઝના મોબાઈલમાં બ્લાસ્ટની ક્યારેક ઘટનાઓ સામે આવી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વનપલ્સ નોર્ડ 2માં આગ લાગવાની ખબર સામે આવી હતી. હવે પાછું એકવાર આ ફોન ફાટવાની ઘટના સામે આવી છે.

દિલ્હીના રહેતા એડવોકેટ ગૌરવ ગુલાટીનો નવો વનપ્લસ નોર્ડ 2 5Gમાં બ્લાસ્ટ થયો અને તેનો જીવ જેમતેમ બચ્યો છે. એડવોકેટ સાહેબે કહ્યું કે, મારા આ મોબાઈલમાં એ સમયે આગ લાગી ગઇ જ્યારે પોતે પોતાના ચેમ્બરમાં હતા.

દિલ્હી શહેરની તીસ હજારી કોર્ટના ચેમ્બરમાં વનપ્લસનો આ ફોન આગ લાગ્યા પછી બોમ્બની જેમ ફાટી ગયો. એડવોકેટે વધુમાં જણાવ્યું કહ્યું, તેણે જોયું કે પહેરેલા કોટમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જ્યાં સુધીમાં તે કઇ સમજી શકે વનપ્લસનો ફોન બ્લાસ્ટ થઇ ગયો.

આ બ્લાસ્ટમાં ગૌરવનું પેટ, કાન અને આંખમાં ઈજા પહોંચી છે. ધુમાડાને લીધે શ્વાસ લેવામાં તેને તકલીફ પહોંચી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગૌરવે કહ્યું કે, તેણે આ ફોનની સામે પોલીસ ફરિયાદ કરી છે અને તે કંપની સામે કાયદાની રીતથી એક્શન પણ લેશે. મોબાઈલ બ્લાસ્ટ પછી તેણે ટ્વીટર પર એક પોસ્ટ કરી છે.

ત્યાર પછી વનપ્લસે તેની સાથે સંપર્ક પણ કર્યો. પછી એ કંપનીનો એક માણસ ગૌરવને મળવા આવ્યો હતો અને તેણે ફોન તપાસવા માટે તેને સાથે લઇ જવાની વાત કહી. પણ પોલીસ કેસ થવાને લીધે ગૌરવે ફોન આપવાની ના પાડી દીધી.

ગૌરવે આગળ જણાવ્યું હતું કે એ કંપની દ્વારા તેમને અત્યારે કોઈ પણ જાતની મદદ કરવામાં આવી નથી. એ કંપની ઈચ્છે છે કે તે તેમને ફોન આપી દે અને ત્યાર પછી તે તપાસ કરશે. ત્યાર પછી જ વળતર આપવાની વાત થશે. પણ એડવોકેટ સાહેબ કહે છે ફોન ખરીદવા માટે મોટી રકમ ખર્ચ કરી છે. પણ હવે તેને લાગી રહ્યું છે કે તે પોતાના પોકેટમાં ડેઢ સર્ટિફિકેટ લઇને ફરી રહ્યો હતો. તે પોતાને નસીબદાર માને છે કે તેનો જીવ બચી ગયો.

એડવોકેટે વધુમાં જણાવ્યું છે કે તેણે વનપ્લસ નોર્ડ 2 5G લગભગ દસેક દિવસ પહેલા લીધો હતો. 2-3 દિવસથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું કે ફોન બ્લાસ્ટ સમયે લગભગ 90 ટકા ચાર્જ હતો.

YC