કોલેજ ગેટમાં મારા વાળી અને તારા વાળીના ચક્કરમાં ચાલ્યુ ચાકુ, એક વિદ્યાર્થીનું મોત, લફરાં કરનારાઓ ચેતી જજો….જુઓ આ કિસ્સો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં દેશની રાજધાની દિલ્લીમાંથી 24 કલાક દરમિયાન બે હત્યાના મામલા સામે આવ્યા જેમાં ત્રણ લોકોના મોત થયા છે. એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓ બાદ દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) પર નિશાન સાધવાની તક જવા દીધી નથી.

દિલ્હીના આરકે પુરમમાં બે સગી બહેનોની ગોળી મારવામાં આવતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રવિવારે દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસમાં એક વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. દિલ્હીના આરકે પુરમમાં શનિવારે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની જેમાં બે સગી બહેનોના મોત થયા.

જ્યારે બીજા બનાવમાં ધૌલાકુઆં વિસ્તારમાં આર્યભટ્ટ કોલેજના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સાઉથ કેમ્પસમાં આર્યભટ્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા, આ દરમિયાન એક વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં વિદ્યાર્થીનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થીઓ રવિવારે આર્યભટ્ટ કોલેજમાં ક્લાસ માટે આવ્યા હતા. કોલેજ પાસે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, જે છોકરાને ચાકુ મારવામાં આવ્યું હતું તેનું નામ નિખિલ ચૌહાણ છે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે આ હત્યાનું કારણ નિખિલની ગર્લફ્રેન્ડ હોવાનું માનવામાં આવે છે.

લગભગ 7 દિવસ પહેલા કોલેજમાં એક વિદ્યાર્થીએ નિખિલની ગર્લફ્રેન્ડ સાથે બદસલૂકી કરી હતી અને આ પછી બોલાચાલી થઈ અને પછી રવિવારે બપોરે સાડા બાર વાગ્યા આસપાસ એક વિદ્યાર્થી તેના 3 સાથીઓ સાથે કોલેજના ગેટની બહાર નિખિલને મળ્યો અને તેની છાતીમાં છરો માર્યો. નિખિલ ચૌહાણને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે, થોડા સમય બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે નિખિલ ચૌહાણની ઉંમર માત્ર 19 વર્ષની હતી.

Shah Jina