19 વર્ષની MBBS વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, જાણો કેમ ઉઠાવ્યો આટલો ખૌફનાક કદમ

દેશભરમાંથી છેલ્લા ઘણા દિવસોથી આત્મહત્યાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે. ઘણા બાળકો કોઇ વાતે લાગી આવતા આત્મહત્યા કરી લેતા હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર થતા ખૌફનાક પગલુ ભરતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક MBBS વિદ્યાર્થીનીએ એટલા માટે આત્મહત્યા કરી લીધી કારણે કે તે ફેલ થઇ ગઇ હતી. આ કિસ્સો દિલ્લીનો છે અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજનો છે.

પ્રતિકાત્મક તસવીર

દિલ્લીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં MBBS કોર્સની એક વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પરીક્ષામાં ફેલ થવાને કારણે વિદ્યાર્થીની ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. આ માટે તેણે આવું પગલુ ભર્યુ. પોલિસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર 19 વર્ષની દિવ્યા યાદવ મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં એમબીબીએસ પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી.

ગુરુવારના રોજ કોલેજના ઓલ્ડ ગર્લ્સ હોસ્ટેલ સંજીવનીના રૂમ નંબર 64માં સીલિંગ ફેનથી લટકેલી મળી. હોસ્ટેલનો આ રૂમ ખાલી રહેતો હતો. ત્યાં રૂમ અંદરથી બંધ હતો આ માટે છાત્રાવાસના કર્મચારીઓએ દરવાજો તોડ્યો, જો કે ત્યાં સુધી દિવ્યાની મોત થઇ ચૂકી હતી. આ મામલાની સૂચના પોલિસને આપવામાં આવી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલિસે વિદ્યાર્થીની લાશને ફાંસીના ફંદાથી નીચે ઉતારી અને પંચનામુ બનાવી પોસ્ટમોર્ટમ માટે મોકલાવી.

પૂછપરછમાં રૂમ પાર્ટનર્સથી જાણવા મળ્યુ કે દિવ્યા હાલમાં જ બે પેપરમાં ફેલ થઇ ગઇ હતી જેનુ રિઝલ્ટ 29 ડિસેમ્બરના રોજ સાંજે જ જાહેર થયુ હતુ. ત્યારથી તે ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. આ મામલાની તપાસ દરમિયાન મૃતકના રજિસ્ટરથી પોલિસને એક અંતિમ નોટ પણ મળી, જેમાં તેણે પરિવાર માટે લખ્યુ હતુ. તેના મોબાઇલને પણ ફોરેન્સિક તપાસ માટે કબ્જે કરી લેવામાં આવ્યો છે. ત્યાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પિતાને સોંપવામાં આવી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી.

Shah Jina