મોબાઇલ પર વીડિયો જોઇ સ્ટંટ કરવા ગયો, અચાનક આ કરવાનો જોશ ચડ્યો, 10 વર્ષના બાળકની મોત

બાળકોને મોબાઈલ આપનારા વાલીઓ સાવધાન થઇ જજો: મોબાઈલને લીધે 10 વર્ષનો બાળક તડપી તડપીને મરી ગયો

હાલમાં બાળકોથી લઇને મોટા સુધી મોબાઇલ અને સોશિયલ મીડિયાનું ચલણ ઘણુ વધ્યુ છે. છેલ્લા ડોઢ બે વર્ષથી તો બાળકોને કોરોનાને કારણે ઘરે જ ઓનલાઇન ક્લાસ ચાલતા હતા અને ત્યારથી બાળકો લગભગ આખો દિવસ મોબાઇલમાં જ ગેમમાં અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હતા. ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં સ્ટંટની નકલ કરવા દરમિયાન એક 10 વર્ષના બાળકનું મોત થઇ ગયુ.

પ્રતિકાત્મક તસવીર

એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળક સ્કિપિંગ દોરડા વડે ઘરે સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છોકરાએ ફોન પર સ્ટંટનો વીડિયો જોયો હતો. આ દરમિયાન અકસ્માતે તેના ગળામાં દોરડું ફસાઈ ગયું અને તેનું શ્વાસ રૂંધાવવાને કારણે મોત થઇ ગયું. આ ઘટના 22 જૂન બુધવારે સાંજે લગભગ 7 વાગ્યે ઉત્તર-પૂર્વી દિલ્હીના કરતાર નગર વિસ્તારમાં બની હતી. પોલીસનું માનવું છે કે આ સ્ટંટ ગળામાં દોરડું બાંધવાનો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છોકરાના પરિવારે અમને કહ્યું કે તે ઘણા બધા સ્ટંટના વીડિયો જોતો હતો અને તેને તે જ રમવાનો શોખ હતો. તે દોરડા વડે સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દોરડું તેના ગળામાં વીંટળાઈ ગયું અને તેનાથી તેને ગૂંગળામણ થઈ. તે દોરડું હટાવી શક્યો નહીં અને બેભાન થઈ ગયો. અકસ્માત સમયે બાળકની માતા બીજા રૂમમાં હતી. માતાએ પોલીસને જણાવ્યું કે તેના પુત્રએ ફોન પર એક વીડિયો જોયો હતો અને તે તેને અજમાવવા માંગતો હતો.

પ્રતિકાત્મક તસવીર

બાદમાં તેઓએ તેને જમીન પર પડેલો જોયો હતો. ત્યારબાદ છોકરાની માતાએ પાડોશીઓને જાણ કરી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે હોસ્પિટલે જ પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે, અમે તપાસ કરી છે અને આ અકસ્માત મોતનો મામલો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. CrPCની કલમ 174 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકના પિતા ઈલેક્ટ્રોનિક્સ કંપનીમાં નોકરી કરે છે. ત્યાં માતા ગૃહિણી છે.

Shah Jina