ખબર

નિર્ભયાના દોષિતોને એક સાથે ફાંસી આપવા પાછળ શું મજબૂરી છે? જાણો

નિર્ભયા કેસના ચારેય દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી થવાની હતી, પણ પછીથી એ તારીખ બદલીને 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી, પણ એ દિવસે પણ ફાંસી આપી ન શકાય. એની પાછળનું કારણ છે કે 31 જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસ કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી. હવે દોષિતોનું નવું ડેથ વોરંટ આવનાર દિવસોમાં જારી કરવામાં આવશે.

Image Source

ચારેય દોષિતોની ફાંસી પર રોક લગાવવાનું પાછળનું કારણ જણાવતા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે કાયદા પ્રમાણે એક ગુનામાં જો એકથી વધુ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય અને કોઈ એકની પણ યાચિકા જો પેન્ડિંગ હોય તો બીજાને ફાંસી આપી શકાતી નથી.

આ દલીલ પાછળ એક 1975નો કેસ જણાવું. હરબંસ સિંહ, કશ્મીર સિંહ, મોહિંદર સિંહ અને જીતા સિંહની મલ્ટીપલ મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવી, જેમાંથી મોહિંદર સિંહ કથિત રીતે પોલીસ એન્કાઉન્ટરમાં મરી ગયો. એ પછી બચેલા ત્રણેય પર પીલીભીંતની ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલ્યો અને તેમને દોષિત કરાર કરવામાં આવ્યા. બધાને ફાંસીની સજા સંભળાવવામાં આવી. હાઇકોર્ટે પણ આને યથાવત રાખી.

Image Source

આ કેસમાં જીતા સિંહે સ્પેશિયલ લિવ પિટિશન કરી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી, આ પછી કશ્મીર સિંહે પણ એ જ કર્યું, જે સ્વીકાર થઇ ગઈ. બે વર્ષ બાદ જસ્ટિસની બેન્ચે કશ્મીર સિંહની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાખી. હરબંસ સિંહે પણ સ્પેશિયલ લિવ પિટિશન નાખી, જે ફગાવી દેવાઈ. 1978માં રીવ્યુ પિટિશન પણ ફગાવી દેવાઈ. રાષ્ટ્રપતિને લખવામાં અવાયું કે ફાંસી પણ રોક લગાવી દેવામાં આવે, એ પણ ખારિજ થઇ ગઈ. 1981માં ફાંસીની સજા નક્કી કરવામાં આવી તો તરત જ હરબંસ સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા દાખલ કરી તો સુપ્રીમ કોર્ટે ફાંસી પણ રોક લગાવી દીધી.

Image Source

ત્યારે આ બધી જ પિટિશન વચ્ચે જીતા સિંહ એક જ રહી ગયો, જેને એક સ્પેશિયલ લિવ પિટિશન પછી કોઈ પણ અપીલ ન કરી, તેને ઓક્ટોબર 1981માં ફાંસી આપી દેવામાં આવી. આ પછી હરબંસ સિંહનો મામલો કોર્ટ સામે આવ્યો, ત્યારે કેસ ખૂબ જ ગૂંચવાઈ ગયો હતો. એક અપરાધ માટે ત્રણ દોષિતો અને ત્રણેયની સ્થિતિ અલગ, એકની સજા ઘટી ગઈ, એક પર સ્ટે લાગી ગયો અને એકને ફાંસી લાગી ચુકી હતી. એ વખતે કોર્ટે કહ્યું કે આ અન્યાય થયો છે, જીતા સિંહને પણ તક મેળવી જોઈતી હતી. પણ હવે તો કશું થાય એમ ન હતું. ત્યારે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈચ્છે તો હરબંસ સિંહની ફાંસીની સજા માફ કરે. અને અંતે એ જ થયું કે 1982માં હરબંસ સિંહને ફાંસીના બદલે આજીવન કેદની સજા મળી.

આ પછી જ કોર્ટે આદેશ આપ્યો કે કોઈ ગુના માટે જો મૃત્યુની સજા સંભળાવવામાં આવી હોય અને એના એકથી વધુ દોષિતો હોય અને જો કોઈને ફાંસી આપવામાં આવી રહી હોય તો જેલ સુપ્રીટેન્ડેન્ટે એ સુનિશ્ચિત કરી લેવું જોઈએ કે બીજા દોષિતની મૃત્યુની સજા ઓછી તો નથી કરી દેવામાં આવી ને! જો એવું હોય, તો તેમને પોતાના સિનિયર અધિકારીઓને જણાવવું જોઈએ.

Image Source

આટલું જ નહિ, પણ દિલ્હી જેલના મેન્યુઅલનો નિયમ 854 પણ એ જ કહે છે કે આવા કિસ્સામાં એકથી વધુ વ્યક્તિને મૃત્યુની સજા સંભળાવવામાં આવી હોય અને કોઈ એકે પણ કોઈ પિટિશન નાખી હોય તો બધા માટે ફાંસીની તારીખ આગળ વધી જશે, માત્ર એ જ વ્યક્તિની નહિ.

હવે જોઈએ કે નિર્ભયા કેસમાં શું થયું છે? પવન ગુપ્તા, મુકેશ સિંહ, વિનયકુમાર શર્મા અને અક્ષય ઠાકુરમાંથી વિનય કુમાર શર્માની યાચિકા રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી. 7 જાન્યુઆરીએ કોર્ટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી હતી, એ પછી મુકેશ કુમારે દયા યાચિકા રાષ્ટ્રપતિને મોકલી, જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી, એ પછી સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી યાચિકા ખારિજ કરી દીધી. આ પછી ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી 1 ફેબ્રુઆરી, પણ હવે ફરીથી ફાંસી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનય અને અક્ષયની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.