આવો પ્રેમ હોય? પત્નીને મારી 72 ટુકડા કરી ફ્રીજરમાં રાખી હતી લાશ…શ્રદ્ધા વોકર કરતા પણ ભયાનક અને ખૌફનાક હતી અનુપમા ગુલાટીની કહાની

દેશની રાજધાની દિલ્લીમાં થયેલા શ્રદ્ધા હત્યા કેસે દહેરાદૂનના ચર્ચિત અનુપમા ગુલાટી હત્યાકાંડને તાજો કરી દીધો છે. દિલ્લીના મહરૌલીમાં શ્રદ્ધાના 35 ટુકડા તેના લિવ ઇન પાર્ટનર આફતાબે કર્યા હતા અને આવો જ મામલો 12 વર્ષ પહેલા સામે આવ્યો હતો. જેમાં રાજેશે તેની પત્ની અનુપમા ગુલાટીની હત્યા કરી તેની લાશના 72 ટુકડા કર્યા હતા. ચાલો અમે તમને જણાવીએ આ શોકિંગ મર્ડર સીરીઝ વિશે…દેવભૂમીની શાંત દૂન ઘાટીમાં વર્ષ 2010માં આ વારદાત થઇ હતી, જેણે દહેરાદૂનને જ નહિ પરંતુ દેશને હચમચાવી નાખ્યો હતો.

17 ઓક્ટોબર 2010ના રોજ અનુપમાના પતિ રાજેશ ગુલાટીએ તેની નિર્મમ હત્યા કરી હતી. આટલુ જ નહિ તેણે લાશના 72 ટુકડા કરી ડીપ ફ્રિજરમાં રાખ્યા હતા. બહેનનો કોઇ હાલ-ચાલ ન મળવા પર જ્યારે ભાઇ સૂરજ 12 ડિસેમ્બર 2010ના રોજ દિલ્લીથી દહેરાદૂન પહોંચ્યો તો આ જઘન્ય હત્યાકાંડનો ખુલાસો થયો. વર્ષ 2011માં આ પ્રકરણમાં દહેરાદૂન પોલિસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપ પત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે અનુપમા અને રાજેશ ગુલાટી વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા અને હત્યાવાળા દિવસે પણ ઝઘડો થયો હતો.

તે બાદ અનુપમાનું માથુ બેડના ખૂણા પર લાગી ગયુ હતુ, તે બાદ રાજેશે અનુપમાના મોં પર તકિયો રાખી તેની હત્યા કરી લીધી. અનુપમા દિલ્લીની રહેવાસી હતી અને તેણે રાજેશ સાથે 1999માં લવ મેરેજ કર્યા હતા. રાજેશ એક સોફ્ટવેર એન્જીનિયર હતો. દહેરાદૂન પ્રકાશનગરમાં પોતાના બાળકો સાથે દંપતિ રહી રહ્યા હતા. બંને 2000માં અમેરિકા ચાલ્યા ગયા અને 6 વર્ષ બાદ દહેરાદૂન પરત ફર્યા. હત્યા સમયે ગુલાટી દંપતિના બંને બાળકો લગભગ ચારેક વર્ષના બતા. એવું કહેવામાં આવે છે કે એક હોલિવુડ ફિલ્મ જોતા સમયે રાજેશને અનુપમાની હત્યા કરવાનો ખ્યાલ આવ્યો હતો.

કોઇએ વિચાર્યુ પણ નહિ હોય કે લવ મેરેજનો અંજામ આ હદ સુધી પણ પહોંચી શકે છે. પોતાનો ગુનો છૂપાવવા માટે રાજેશે એક ડીપ ફ્રિઝર ખરીદ્યુ અને અનુપમાની લાશને તેમાં રાખી. જ્યારે લાશ બરફમાં જામી તો સ્ટોન કટરના મશીનથી અનુપમાની લાશના ટુકડા કરવા લાગ્યો અને ધીરે ધીરે તે મસૂરીના જંગલમાં ફેંકવા લાગ્યો. વર્ષ 2017માં દહેરાદૂનના જિલ્લા સત્ર ન્યાયાલયે આ ઘટનાને જઘન્ય અપરાધ શ્રેણીમાં રાખી હત્યાના આરોપી રાજેશને આજીવન કારાવાસની સજા સંભળાવી અને 15 લાખનો આર્થિક દંડ પણ લગાવ્યો.

ત્યાં જ્યારે મામલો નૈનીતાલ કોર્ટ પહોચ્યો ત્યારે પણ રાજેશને જમાનત ન મળી. 25 જુલાઇ 2022ના રોજ સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તેને 45 દિવસની જમાનત મળી હતી. તે બાદ રાજેશના આગ્રહ પર ફરી 7 સપ્ટેમ્બરે 10 દિવસની જમાનત મળી, જેની મિયાદ ખત્મ થયા બાદ રાજેશે એકવાર ફરી સર્જરીનો હવાલો આપતા 21 દિવસની જમાનત માગી, જે ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયે સ્વીકાર કરી. તે બાદ તેની જમાનત વધારવામાં ન આવી.

રાજીવ ગુલાટી વર્તમાનમાં જેલમાં છે. સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તેને કુલ 55 દિવસની જમાનત મળી હતી. અનુપમા ગુલાટી હત્યાકાંડના મામલાને જોઇ તત્કાલિન એસપી ગણેશ સિંહ મર્તોલિયાએ મીડિયા ચર્ચામાં કહ્યુ હતુ કે તેમણે આટલો ભયાનક હત્યાકાંડ તેમના કરિયરમાં ક્યારેય જોયો નથી. આ રીતની હત્યા અચાનક નથી થતી પરંતુ સતત ઝઘડાથી વ્યક્તિ ક્રૂર માનસિકતાના થઇ જાય છે. દંપતિ ઝઘડાને સમય રહેતા સુલજાવી લે તો આવા ભયાનક હત્યાકાંડ રોકવામાં આવી શકે છે.

Shah Jina