ટ્રક અને ઈનોવા વચ્ચે ખૌફનાક અકસ્માત, ઉડી ગયા કારના પરખચ્ચા , 6ના મોત- 1ની હાલત ગંભીર

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક છોકરાની હાલત નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલી કાર સંપૂર્ણ રીતે  ડેમેજ  થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી.

અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થયા હતા. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે.પોલીસે જણાવ્યું કે ઈનોવા કાર પહેલા કન્ટેનર સાથે અને પછી ઝાડ સાથે અથડાઈ અને તેના ટુકડા થઈ ગયા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું બોનેટ કન્ટેનરની પાછળ ફસાઈ ગયું. હાલ તો પોલીસે કન્ટેનરનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી છોકરીઓમાં ગુનીત તેજ પ્રકાશ સિંહ (19), નવ્યા પલ્લવ ગોયલ (23) અને કામાક્ષી તુષાર સિંઘલ (20)નો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ કુણાલ જસવીર કુકરેજા (23), અતુલ સુનિલ અગ્રવાલ (24) અને રિષભ તરુણ જૈન (24) તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાનો રહેવાસી હતો, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.આ ઉપરાંત ઈજાગ્રસ્ત યુવકની ઓળખ સિદ્ધેશ વિપિન કુમાર અગ્રવાલ (25) તરીકે થઈ છે. તે દહેરાદૂનના આશિયાના શોરૂમ મધુબનની સામે રાજપુર રોડનો રહેવાસી છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

Devarsh