દહેરાદૂનમાં રસ્તા ઉપરથી ચાલી રહી હતી ગાડીઓ, અચાનક પુલના થઇ ગયા બે ટુકડા, જુઓ વીડિયો

વરસાદના કારણે ઘણા પુલ તૂટી જવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે ઉત્તરાખંડમાં પણ ઘણી ઘટનાઓ સામે આવી છે. હાલ ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. દહેરાદુન અને ઋષિકેશને જોડાવા વાળા સૌથી મહત્વપૂર્ણ રાનીપોખરિ પુલ તૂટી ગયો છે. જેના કારણે દહેરાદુન અને ઋષિકેશ વચ્ચેનો રસ્સ્તો બંધ થઇ ગયો છે.

આ દુર્ઘટના ત્યારે ઘટી જયારે આ પુલ ઉપરથી ગાડીઓ પસાર થઇ રહી  હતી. જેના કારણે કેટલાક વાહનો હજુ પણ ત્યાં ફસાયેલા છે. બ્રિજ તૂટતા જ 3 વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબક્યા હતા. બ્રિજ તૂટવાની ખબર મળવાની સાથે જ ફાયર બ્રિગેટ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Niraj Patel