મુંબઇ પોલીસે હોટેલમાં રેડ પાડી અને અંદર જોયું તો 3 હિરોઈન રૂમમાં…જોઈને હોંશ ઉડી ગયા

0

મુંબઈના અંધેરી વિસ્તરાના ડ્રેગન ફ્લાઈ હોટેલમાં ચાલી રહેલા દેહ વ્યાપારનો પોલીસે ભાંડો ફોડ્યો છે. પોલીસે ગુરુવારના રોજ હાઈ પ્રોફાઈલ દેહ વ્યાપારનો પર્દાફાશ કરતા 29 વર્ષની મહિલાની ધરપકડ કરી છે અને એક નાબાલીગ સહીત ત્રણ મહિલાઓને બચાવવામાં આવી છે.

Image Source

પોલીસે આ મામલો દર્જ કરીને દેહ વ્યાપાર ચલાવનારી મહિલા પ્રિયા શર્માની ગુરુવારની સાંજે ધરપકડ કરી લીધી છે અને અન્ય ત્રણ મહિલાઓનો બચાવ કર્યો છે.

Image Source

પોલીસે જણાવ્યું કે આ વ્યાપાર મુંબઈના ઉપનગરીય વિસ્તાર અંધેરીમાં સ્થિત એક ફાઈવ સ્ટાર હોટેલમાં ચલાવવામાં આવી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે પોલીસની સામાજિક સેવા શાખાએ આ હોટેલમાં ગુરુવારે છાપામારી કરી હતી. તેમણે આગળ જણાવ્યું કે,”આ દરોડામાં એક નાબાલિગ સહીત ત્રણ મહિલાઓને બચાવવામાં આવી છે, જેના પર વેશ્યાવૃત્તિ કરવા માટે દબાવ આપવામાં આવી રહ્યો હતો. જેમાં આ ત્રણેને બચાવવામાં આવી અને વેશ્યાવૃતિનો વ્યાપાર ચલાવનારી મહિલા પ્રિયા શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે’.

Image Source

પોલીસે જે ત્રણ મહિલાઓનો બચાવ કર્યો છે તે એક ટીવી અભિનેત્રીઓ છે. પોલીસે કહ્યું કે,”આ ત્રણ મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે, જે અભિનેત્રીઓ છે અને દેહ વ્યાપાર કરાવનારી મહિલા પ્રિયા શર્મા એક ટુર્સ એન્ડ ટ્રેવલની માલકીન છે. જેની ટુર એન્ડ ટ્રેવલના આધારે મોટી મોટી હોટેલોમાં દેહ વ્યાપાર માટે છોકરીઓ મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે’.

Image Source

ગ્રાહક બનીને પહોંચી હતી પોલીસ:
ગ્રાહકોના રૂપમાં પોલીસને હોટેલમાં મોકલવામાં આવી હતી જ્યાં તેઓ છોકરીઓ મોકલવાવાળાને મળ્યા. જેના પછી પોલીસે છાપામારી કરી અને આ ત્રણે છોકરીઓને છોડાવવામાં આવી હતી.

Image Source

આ પહેલા પણ મુંબઈમાં આવી જ રીતે છાપામારી કરવામાં આવી હતી. જેમાં અમુક મૉડલ્સ, અભિનેત્રીઓનો રેસ્ક્યુ કરવામા આવ્યો હતો. આ કેસમાં એક ગ્રાહકે એક છોકરી માટે 21,000 રૂપિયામાં હોટેલનો રૂમ બુક કરાવ્યો હતો.

Image Source

આ સિવાય અન્ય એક દરોડામાં દેહ વ્યાપાર સાથે કથિત સ્વરૂપે જોડાયેલા બોલીવુડના એક કાસ્ટિંગ નિર્દેશકની ઉપનગરીય વર્સોવાથી ધરપકડ કરીને મેકઅપ કલાકાર અને જુનિયર કલાકારને બચાવ્યા હતા. આ બાબત વિશે એક અધિકારીએ કહ્યુ કે એક પાકી સૂચના પર સામાજીક સેવા શાખાએ મંગળવારે 32 વર્ષના નવીલ પ્રેમલાલ આર્યની ધરપકડ કરવામાં આવી હતી જે બે પીડિતાઓનો 60-60 હજાર રૂપિયામાં સૌદો કરી રહ્યો હતો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.