અમદાવાદ સાબરમતીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ, અડધો કિલોમીટર સુધી ઘર અને ઓફિસના બારીબારણાં ધ્રુજી ઉઠ્યા, જુઓ વીડિયો

અમદાવાદના લોકોને હાલ આકાશી કરતબનો નજારો માણવાનો લાહવો મળી રહ્યો છે. કારણ કે એક વર્ષ બાદ ગુજરાત ડિફેન્સ એક્સ્પો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાવવાનો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 18 ઓક્ટોબરથી લઈને 22 ઓક્ટોબર સુધી ડિફેન્સ એક્સ્પો યોજાવવાનો છે ત્યારે એની તૈયારીના ભાગ રૂપે એરફોર્સ અને આર્મી દ્વારા હાલ રિવરફ્રન્ટ પર રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ ઉપસ્થિત રહે છે.

ડિફેન્સ એક્સ્પો 2022નું રિહર્સલ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યું છે, જેને જોઈને અમદાવાદની જનતા પણ મંત્રમુગ્ધ થઇ ગઈ છે. રિવરફ્રન્ટની બંને તરફ હેલીકૉપ્ટર ઉડી રહ્યા છે, તેમજ સાબરતી નદીમાં થયેલા બ્લાસ્ટ જોઈને લોકોની આંખો પણ ચાર થઇ ગઈ હતી. હેલીકૉપ્ટરના અવાજથી આસપાસનો વિસ્તારમાં એક અલગ જ ઓળખ સ્થાપિત થઇ છે.

હવે આગામી 18થી 22 ઓક્ટોબર દરમિયાન આ એક્સ્પો ચાલવાનો છે, ત્યારે લોકો પણ તેને જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે. રિવરફ્રન્ટ ઉપર આ પહેલા આવું આયોજન ક્યારેય થયેલું જોવા મળ્યું નહોતું જેના કારણે આ એક્સ્પો અમદાવાદ અને આસપાસના લોકો માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

જેના રિહર્સલ દરમિયાન રવિવારે લોકોને એક અદભુત નજારો પણ જોવા મળ્યો હતો. સાબરમતી નદીની અંદર એક ડેમોસ્ટ્રેશન દરમિયાન એક બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેને જોઈને જ લોકોમાં ધ્રુજારી આવી ગઈ હતી. આ બ્લાસ્ટ એવો પ્રચંડ હતો કે લોકોને યુદ્ધના મેદાનમાં હોય તેવી અનુભૂતિ થઇ હતી. આ બ્લાસ્ટની જ્વાળાઓ પણ 100થી 150 મીટર સુધુ ઉપર ગઈ હતી.

આ ઉપરાંત જ્યાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો તેની 500 મીટર ત્રિજ્યામાં આવેલા મકાનો અને ઓફિસોના બારી બારણા પણ ધ્રુજી ઉઠ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વખતે એર શોમાં ઇન્ડિયન એરફોર્સનું બેસ્ટ હેલિકોપ્ટર સારંગ પણ ભાગ લેશે. આ ઉપરાંત નાનાં-નાનાં હેલિકોપ્ટર દ્વારા પણ વિવિધ કરતબ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલ રિવરફ્રન્ટ ઉપર રેસ્ક્યૂનું પણ રિહર્સલ કરવામાં આવે છે, જે એર શોમાં આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત ઇન્ડિયન નેવીનું સી કિંગ હારપૂન હેલિકોપ્ટર પણ રિવરફ્રન્ટ ઉપર રોજ સાંજે રિહર્સલ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે થઈને રિવરફ્રન્ટ પર NDRF અને ફાયરની ટીમ પણ તકેદારીના ભાગરૂપે તૈનાત કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે ડિફેન્સ એક્સોમાં આવનાર મુલાકાતીઓને ટિકિટ માટે કોઇ ફી ચુકવવી નહી પડે પરંતુ, માત્ર ઇ ટિકીટ દ્વારા જ તમામને પ્રવેશ આપવામાં આવશે. ઇ ટિકીટમાં દર્શાવવામાં આવેલા દિવસ અને સમયે જ પ્રદર્શન નિહાળી શકાશે. આ માટે eventreg.in/registration/visitor વેબસાઇટ પરથી ટિકીટ લઇ શકાશે.

Niraj Patel