ડિસામાં 19 વર્ષિય યુવકે માનસિક ત્રાસને કારણે ટ્રેન નીચે પડતુ મૂક્યુ, ઓડિયો રેકોર્ડ કરી આરોપીઓની કરતૂત જણાવી

રાજયભરમાંથી ઘણા આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. કોઇ આર્થિક તંગીને કારણે તો કોઇ માનસિક રીતે પ્રતાડિત થતા હોવાને કારણે આપઘાત કરી લે છે. ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હાલ પાલનુપુરના ડિસામાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 19 વર્ષિય યુવકે આપઘાત કરી લીધો અને તેણે આપઘાત પહેલા ઓડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ યુવકે ટ્રેન નીચે પડતુ મૂક્યુ હતુ. આ યુવકના પિતાએ પાલનપુર રેલવે પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ડીસા પોલિસ સ્ટેશનને આ કેસ ટ્રાંસફર કરવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, ડીસાના રાણપુર ગામે રહેતા 19 વર્ષિય દિપક રાવળે લગભગ 25 દિવસ પહેલા એટલે કે 8 સપ્ટેમ્બર 2021ના રોજ ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો. આ યુવકે આપઘાત પહેલા એક ઓડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને જ કારણે મોતનું રહસ્ય ઉકેલાયુ. જેમાં દીપકભાઇ, રાજુભાઇ વશાભાઇ, અરવિંદભાઇ અને મેહુલભાઇએ રાજુભાઇના મોબાઇલમાં એક ગ્રુપ ફોટો પાડ્યો હતો અને મોબાઇલ ગામના સંજયસિંહે લઇ ત્રણેયનો ફોટો દરબાર સમાજના અલગ અલગ ગ્રુપો તેમજ મહાકાલસેના ગ્રુપમાં મૂકી રાજબાપુ અને દીપકબાપુ લખી વાયરલ કર્યો હતો.

આ ફોટો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ ગ્રુપમાં ચેટિંગ કરી ધમકીઓ આપી અને તેમજ કહ્યુ કે, તને જીવતો છોડીશુ નહિ. માનસિક ત્રાસ આપી મરવા માટે તેને મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે મૃતકના પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવકના ઓડિયો રેકોર્ડની વાત કરીએ તો, તેણે તેમાં કહ્યુ હતુ કે, સંજયસિંહ બાપુને હવે બાપુ બનાવજો. તેઓ મને ધમકી આપી છેલ્લે મરવા મજબૂર કર્યો. જેના વિરૂદ્ધ પોલિસે ગુનો નોંધ્યો છે તેના નામની વિગત જોઇએ તો, સંજયસિંહ દરબાર, હોનસિંહ દરબાર, જેહુસિંહ દરબાર, વસંત દરબાર, વિજુસિંહ દરબાર, રમેશસિંહ દરબાર, અદુસિંહ દરબાર.

Shah Jina