હરણના બચ્ચાનો શિકાર કરવા માટે તૈયાર જ હતો ભૂખ્યો મગરમચ્છ, બચ્ચાંની માંએ છલાંગ લગાવી આપ્યો પોતાનો જીવ, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

‘મા તે માં બીજા બધા વગડાના વા’ હરણના બચ્ચાંનો શિકાર કરવા જ જતો હતો મગરમચ્છ કે માંએ વચ્ચે કૂદીને આપી કુરબાની, જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની

‘મા તે મા બીજા બધા વગડાના વા’ આ કહેવત તમે ચોક્કસ સાંભળી હશે. આ કહેવત માત્ર મનુષ્ય માટે જ નહિ પણ દુનિયાના દરેક જીવને લાગુ પડે છે. માં પોતાના બાળકોની રક્ષા કરવા માટે કંઈપણ કરી શકે છે, પછી ભલે માંને પોતાનો જીવ પણ કેમ આપવો પડે ! મા એક એવો શબ્દ છે જેને સાંભળતા જ મનમાં શુકુન અને શાંતિ મળે છે.  મા અને બાળકના સંબંધની  અનોખી મિસાલ એક માદા હરણે સાબિત કરી બતાવી છે કે પ્રાણીઓમાં પણ લાગણી અને ભાવનાઓ હોય છે.

આ માદા હરણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તેમારી આંખો પણ ભીની  થઇ જશે. સામે આવેલા આ વીડિયોમાં એક હરણનું બચ્ચું નદીના પાણીમાં તરી રહ્યું હોય છે.બચ્ચું એ વાતથી અજાણ હોય છે કે પાણીમાં ખૂંખાર મગરમચ્છ હુમલો કરવાની તૈયારીમાં જ બેઠો છે. જેવો મગર બચ્ચા પર હુમલો કરવા માટે બચ્ચાંની નજીક પૂર ઝડપે આવે છે કે બચ્ચું પણ ઝડપથી પાણીમાં ભગવા લાગે છે.

આ વચ્ચે બચ્ચાની માંની નજર તેઓના પર પડે છે અને તે ઝડપથી દોડીને પાણીમાં છલાંગ લગાવી દે છે અને મગર અને બચ્ચાંની વચ્ચે આવી જાય છે. એવામાં ભૂખ્યો મગર બચ્ચાંને છોડીને બચ્ચાંની માં પર હુમલો કરે છે અને તેને પોતાનો શિકાર બનાવી લે છે અને બચ્ચું બચી જાય છે.વિડિયોનો આ ભાવુક અંત જોઈને તમારી પણ આંખો ચોક્કસ ભીની થઇ જશે.

IAS ઓફિસર સોનલ ગોએલ દ્વારા આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે,”માંની તાકાત, સુંદરતા અને પ્રેમના વર્ણન માટે શબ્દ નથી. દિલ દુ:ખાવનારો વીડિયો, જેમાં માદા હરણ પોતાના બચ્ચાં માટે બલિદાન આપે છે. ક્યારેય પણ માતા-પિતા અને પરિવારની અવગણના ન કરો અને તેનું સન્માન કરો”. આ ભાવુક વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને 8 હજારથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે. યુઝર્સે કમેન્ટ બોક્સમાં માં તે માં જ હોય છે, માંનો દર્જો ભગવાન બરાબર છે વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

Krishna Patel