ફિલ્મી દુનિયા

દીપિકાની મેનેજર કરિશ્માએ કર્યો ધડાકો- કહ્યું કે હા, મેં દીપિકા મેડમ માટે ડ્રગ્સ ખરીદ્યું હતું, પછી

સુશાંત સિંહ મોતમાં ડ્રગ એન્ગલથી ચાલી રહેલી તપાસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. એનસીબીના સંકજામાં બોલીવુડના ઘણા સિતારાઓ છે. આજે એનસીબી દ્વારા રકૂલ પ્રીત સિંહ અને દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માની પુછપરછ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rohit Saraiya (@rohitsaraiyaa.official) on

એનસીબીની પુછપરછમાં દીપિકાની મેનેજરે દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાતને સ્વીકારી હતી. તો બીજી તરફ રકુલે પણ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. રકુલે જણાવ્યું હતું કે, તેને ક્યારે પણ ડ્રગ્સનું સેવન કર્યું નથી આ સાથે જ તેનું કોઈ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન નથી. રિયા સાથે રકુલની 2018માં ડ્રગ્સ અંગેની ચેટ થઇ હતી આ ચેટમાં જે વાત હતી તેમાં રિયાએ રકૂલ પાસૅ ડ્રગ્સ માંગ્યું હતું કારણકે રિયાએ તેના ઘરે ડ્રગ્સ મૂક્યું હતું. રકૂલની લગભગ 4 કલાક પુછપરછ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Latest Official (@bollywoodlatest_) on

તો એનસીબીએ દીપિકાની મેનેજર કરિશ્મા અને રકૂલને સામ-સામે બેસાડીને પુછપરછ કરી હતી. ડ્રગ ચેટ કેસમાં ફસાયેલી દીપિકા પાદુકોણ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કહેવામાં આવે છે કે જે ગ્રુપમાં ડ્રગ ચેટ થઈ હતી તે વોટ્સએપ ગ્રુપની દીપિકા પાદુકોણ એડમીન હતી. દીપિકાએ પોતે વર્ષ 2017માં તે ગ્રુપમાં ડ્રગ્સની માંગ કરી હતી. આ ગ્રુપમાં દીપિકા, જયા સાહા અને કરિશ્મા જ હતા. 2017માં બનેલું આ ગ્રુપ થોડાં દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M S W A R O O P (@filmswaroop) on

તો બીજી તરફ કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદ્યુ હોય તે વાત સ્વીકારી હતી. આ ચેટ પરથી કહી શકાય કે, બોલીવુડના સિતારાઓ ડ્રગ્સની ખરીદી કરવા માટે તેના મેનેજર અને સ્ટાફનો ઉપયોગ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by PKG LIFESTYLE NEWS️️®️ (@pkglifestyle) on

શનિવારે આ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દીપિકા પાદુકોણની પૂછપરછ કરશે. જ્યારે શુક્રવારે દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશની પૂછપરછ થઈ છે. કહી શકાય કે, કરિશ્માના જવાબાનો આધારે NCB દીપિકાને પૂછવાના પ્રશ્નો તૈયાર કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.